________________
અ૦૪ સૂ૦ ૨૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૭૩ ઓજાહાર– ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીરપર્યાપ્તિની નિષ્પત્તિ સુધી (મતાંતરથી સ્વયોગ્ય સર્વ પર્યાપિની નિષ્પત્તિ સુધી) ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
લોમાહાર- શરીરપર્યામિ (મતાંતરે સ્વયોગ્ય પર્યાપ્તિ) પૂર્ણ થયા બાદ સ્પર્શનેન્દ્રિય (=ચામડી) દ્વારા ગ્રહણ કરાતા પુદ્ગલોનો આહાર.
પ્રક્ષેપાહાર- કોળિયાથી ગ્રહણ કરાતો આહાર. દેવોને ઓજાહાર અને લોમાહાર એ બે પ્રકારનો આહાર હોય છે. અહીં દેવોના આહારનો જે નિયમ બતાવવામાં આવ્યો છે તે લોકાહારને આશ્રયીને છે.
પ્રશ્ન- લોમાહાર પ્રત્યેક સમયે હોય છે. તો દેવોમાં ઉક્ત અંતર કેવી રીતે ઘટે ?
ઉત્તર– લોમહારના બે ભેદ છે–આભોગ અને અનાભોગ. જાણતાં ઇરાદાપૂર્વક જે લોમાહાર તે આભોગ લોમાહાર. જેમ કેશિયાળામાં મનુષ્યાદિ પ્રાણીઓ ઠંડી દૂર કરવા સૂર્ય આદિના ઉષ્ણ પુદ્ગલોનું સેવન કરે છે. અજાણતાં ઈરાદા વિના જે લોમાકાર થાય તે અનાભોગ લોમાહાર છે. જેમ કે -શિયાળામાં શીતળ અને ઉનાળામાં ઉષ્ણ પગલો ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. આથી જ શિયાળામાં પાણી ઓછું વાપરવાં છતાં પેશાબ ઘણો થાય છે, અને ઉનાળામાં પાણી ઘણું વાપરવા છતાં પેશાબ અતિ અલ્પ થાય છે. આ અનાભોગ લોમાહાર પ્રતિસમય થાય છે. જ્યારે આભોગ લોમાહાર અમુક સમયે જ થાય છે. અહીં દેવોમાં આહારનું અંતર આભોગ રૂપ લોમાકારની અપેક્ષાએ છે. દેવોને જ્યારે આહારની ઇચ્છા થાય છે ત્યારે તેમના પુણ્યોદયથી મનથી કલ્પિત આહારના શુભ પુદ્ગલો સ્પર્શનેન્દ્રિય દ્વારા શરીરરૂપે પરિણમે છે. શરીરરૂપે પરિણમેલા એ પુદ્ગલો શરીરને પુષ્ટ કરે છે અને મનમાં તૃમિ થવાથી આહ્વાદનો અનુભવ થાય છે. દેવોને આપણી જેમ પ્રક્ષેપાહાર કવલાહાર હોતો નથી.
વેદના-દેવોને સામાન્યથી શુભવેદના=સુખાનુભવ હોય છે. છતાં વચ્ચે વચ્ચે અશુભવેદના દુઃખાનુભવ પણ થાય છે. સતત શુભવેદના છ મહિના સુધી હોય છે. છ મહિના પછી અશુભવેદના થાય છે. અશુભવેદના વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અંતર્મુહૂર્ત બાદ પુનઃ શુભ વેદના શરૂ થાય છે.