________________
૧૭૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦૪ સૂ૦ ૨૨ આ ચિત્રમાં વૈમાનિકકલ્પના એક પ્રતરનો સામાન્ય દેખાવ રજુ થાય છે. આમાં મધ્યવર્તી એકધાર અને કાંગરાવાળા ગઢથી યુક્ત ગોળાકારે ઈન્દ્રક વિમાન છે. પછી ચારે બાજુ પંક્તિબદ્ધ વિમાનોની વ્યવસ્થા બતાવી છે. તેમાં પ્રથમ ત્રણ ધારવાળું ત્રિકોણ વિમાન એક બાજુ વેદિકા અને બાકીની બાજુ કાંગરાવાળા ગઢથી યુક્ત છે. પછી ચાર ધારવાળું ચતુષ્કોણ વિમાન ચારે બાજુ વેદિકાથી યુક્ત છે. પછી એક દ્વારવાળું ગોળ વિમાન કાંગરાવાળા ગઢથી યુક્ત છે. ફરી ત્રિકોણ-ચોરસ-ગોળ એ જ ક્રમે આગળની વ્યવસ્થા વિચારવી.
ઇન્દ્રક વિમાનો બધા જ ગોળ હોય છે. પંક્તિગત વિમાનો અનુક્રમે ત્રિકોણ, ચોરસ અને ગોળ હોય છે. પુષ્પાવકીર્ણ વિમાનો પૂર્વદિશા છોડી ત્રણ દિશાઓમાં પંક્તિગત વિમાનોના આંતરામાં પુષ્પની જેમ છૂટા છૂટા વેરાયેલા હોય છે.
પૂર્વદિશા છોડીને રહેલા આ વિમાનો નંદાવર્ત-સ્વસ્તિક-શ્રીવત્સ વગેરે આકારનાં હોય છે.
(૪) ઉપર ઉપરના દેવોમાં સુંદર સ્થાન, દેવો કે દેવીઓનો પરિવાર, સામર્થ્ય, અવધિજ્ઞાન, ઇન્દ્રિયશક્તિ, વિભૂતિ, શબ્દાદિવિષયોની સમૃદ્ધિ વગેરે અધિક અધિક હોવા છતાં અભિમાન અલ્પ અલ્પ હોય છે. આથી ઉપર ઉપરના દેવો અધિક અધિક સુખી હોય છે. (૨૨)
દેવો સંબંધી વિશેષ માહિતી
શ્વાસોચ્છવાસ અને આહાર– જઘન્ય સ્થિતિવાળા (=૧૦ હજાર વર્ષની સ્થિતિવાળા) દેવો સાત સાત સ્તોકે એક વાર શ્વાસોચ્છવાસ લે છે અને એક અહોરાત્ર થતાં આહાર કરે છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવો એક એક દિવસે એક વાર શ્વાસોચ્છવાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે. ત્યારબાદ તેમને જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા પક્ષે એક શ્વાસોચ્છવાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે.
આહારના ભેદ– ઓજાહાર, લોમાહાર અને પ્રક્ષેપાહાર ( કવલાહાર) એમ આહારના ત્રણ ભેદ છે. ૧. બૃહત્સંગ્રહણીમાં આ વિષયમાં થોડો તફાવત છે. ત્યાં “૧૦ હજાર વર્ષથી અધિક અને
સાગરોપમથી ન્યૂન સ્થિતિવાળા દેવો ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોચ્છવાસ લે છે અને ૨ થી ૯ દિવસે આહાર કરે છે' એમ જણાવ્યું છે.