________________
અ૦ ૪ સૂ૦૧૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૬૫ સ્થાનથી સૂર્યની ગતિના પ્રારંભને સૂર્યોદય કહેવામાં આવે છે તથા અમુકનિયત સ્થાને સૂર્ય પહોંચતાં સૂર્યાસ્ત કહેવામાં આવે છે. સૂર્યોદયથી પ્રારંભી સૂર્યાસ્ત સુધીનો કાળ તે દિવસ. સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીનો કાળ તે રાત્રિ. ૧૫ રાત્રિદિવસનો એક પક્ષ. શુક્લ અને કૃષ્ણ રૂપ બે પક્ષનો એક માસ. બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન. બે અયનનો એક સંવત્સર=વર્ષ. પાંચ વર્ષનો એક યુગ. ચોરાશી લાખ વર્ષનું એક પૂર્વાગ. પૂર્વાગને પૂર્વાગે ગુણતાં (૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં) એકપૂર્વકાળ થાય છે. આ સઘળો કાળ જયોતિષ્કની ગતિની અપેક્ષાએ છે. આ સઘળો કાળ સ્થૂલ છે. સમય વગેરે સૂક્ષ્મકાળ છે.
જ્યોતિષ્કની ગતિથીસ્થૂળ કાળની ગણતરી થાય છે. સમય આદિ સૂક્ષ્મકાળની નહિ. સર્વ જઘન્ય ગતિવાળા પરમાણુને એક આકાશ પ્રદેશથી અનંતર બીજા આકાશ પ્રદેશમાં જતાં જેટલો કાળ થાય તે એક સમય. આ કાળ અત્યંત સૂક્ષ્મ છે. કેવળી પણ આ કાળનો ભેદ ન કરી શકે, અને નિર્દેશ પણ ન કરી શકે. આવા અસંખ્ય સમયોની એક આવલિકા. સંખ્યાતી આવલિકાનો એક ઉચ્છવાસનિચ્છવાસ. (બળવાન, ઇન્દ્રિયોથી પૂર્ણ, નીરોગી, મધ્યમ વયવાળા અને સ્વસ્થ મનવાળા પુરુષના) એક શ્વાસોચ્છવાસનો એક પ્રાણ. સાત પ્રાણનો એક સ્ટોક. સાત સ્તોકનો એક લવ. ૩૮ા લવની એકનાલિકા ઘડી. બે નાલિકાનો એકમુહૂર્ત. ૩૦મુહૂર્તનો એક અહોરાત્ર. આ બધો કાળ ઔપચારિક છે. (૧૫)
મનુષ્યલોકની બહાર જ્યોતિષ્કની સ્થિરતાવહિવસ્થિતા: ૪-૧૬ . મનુષ્યલોકની બહાર સર્વ જ્યોતિષ્ક વિમાનો અવસ્થિત=સ્થિર છે.
મનુષ્યલોકની બહારના ચંદ્ર-સૂર્ય આદિ સ્થિર હોવાથી સૂર્યાદિનો પ્રકાશ જ્યાં પહોંચતો નથી ત્યાં સદા અંધકાર અને જ્યાં પહોંચે છે ત્યાં સદા પ્રકાશ રહે છે. મનુષ્ય લોકની બહાર મનુષ્ય ક્ષેત્રનાં જ્યોતિષ વિમાનોથી અધ પ્રમાણના વિમાનો હોય છે. તે વિમાનોનાં કિરણો સમશીતોષ્ણ હોવાથી સુખકારી હોય છે. ચંદ્રના કિરણો અત્યંત શીતળ હોતાં નથી, તથા સૂર્યના કિરણો અત્યંત ઉષ્ણ હોતાં નથી, કિન્તુ બંનેના કિરણો શીતોષ્ણ હોય છે. (૧૬)
વૈમાનિક નિકાયનો અધિકાર– વૈમાનિ: | ૪–૧૭ |