________________
૨૦ ૪ સૂ૦ ૧૩]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૬૧
વ્યંતરદેવો પર્વત, ગુફા, વન વગેરેના વિવિધ આંતરામાં રહેતા હોવાથી અથવા ભવનપતિ અને જ્યોતિષ્ક એ બે નિકાયના આંતરામાં=મધ્યમાં રહેતા હોવાથી વ્યંતર કહેવાય છે. વ્યંતરદેવો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજા૨ યોજનમાંથી ઉપર નીચે સો સો યોજન છોડીને મધ્યના આઠસો યોજન પ્રમાણ ભાગમાં ઉત્પન્ન થાય છે. પણ તેમનો નિવાસ ઊર્ધ્વ, અધો અને મધ્ય એમ ત્રણે લોકમાં છે. તેઓ ભવનો, નગરો અને આવાસોમાં ૨હે છે. આ દેવો ચક્રવર્તી આદિ પુણ્યશાળી મનુષ્યોની પણ સેવકની જેમ સેવા કરે છે. કિન્નર આદિ દરેક ભેદના અવાંતર ભેદો પણ છે.
વ્યંતરદેવોની ધ્વજામાં કિન્નર આદિ જાતિના સૂચક જુદાં જુદાં ચિહ્નો હોય છે. તેમના શરીરનો વર્ણ પણ શ્યામ વગેરે અનેક પ્રકારનો હોય છે. વ્યંતર દેવોના અવાંતર ભેદો, ધ્વજાચિહ્ન અને શારીરિક વર્ણ
શારીરિક વર્ણ
લીલો
ધોળો
શ્યામ
શ્યામ
શ્યામ
શ્વેત
શ્યામ
શ્યામ
જાતિ
કિન્નર
કિંપુરુષ
મહોરગ
ગાંધર્વ
યક્ષ
રાક્ષસ
ભૂત
પિશાચ
ભેદો
કિંપુરુષ આદિ દશ
પુરુષ આદિ દશ
ભુજગ આદિ દશ
હાહા આદિ બાર
પૂર્ણભદ્ર આદિ તેર
ભીમ આદિ સાત
સુરૂપ આદિ નવ
કુષ્માંડ આદિ પંદર
ધ્વજામાં ચિહ્ન
અશોક વૃક્ષ
ચંપક વૃક્ષ
નાગ વૃક્ષ
તુંબરું વૃક્ષ
વટ વૃક્ષ
ખટ્યાંગ
સુલસ વૃક્ષ કદંબ વૃક્ષ
વ્યંતર દેવોમાં કિન્નર આદિ આઠ જાતિના દેવો સિવાય વાણવ્યંતર જાતિના દેવો પણ છે. રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦યોજનમાંથી ઉપર નીચે ૧૦-૧૦યોજન મૂકી બાકીના ૮૦યોજનના ભાગમાં વાણવ્યંતર દેવોનો જન્મ થાય છે. પણ આ દેવો પ્રાયઃ પર્વતની ગુફા વગેરેમાં રહે છે. (૧૨)
ત્રીજા જ્યોતિષ્ક નિકાયના પાંચ ભેદનાં નામો—
જ્યોતિા: પૂર્વાશ્ચન્દ્રમસો-પ્રહ-નક્ષત્ર-પ્રવીનંતાવાશ્ચ॥૪-૧૩ ||