________________
અ૦ ૪ સૂ૦ ૧૧] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૫૯ ૧૨મા દેવલોક પછી નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવો વસે છે. તેઓ મૈથનસેવન કરતા નથી. મૈથનસેવન એ વેદના ઉદયથી જાગેલી કામવાસનાના ક્ષણિક પ્રતિકાર રૂપ છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવોને તેવી કામવાસના જાગતી નહિ હોવાથી તેનો ક્ષણિક પ્રતિકાર કરવાની જરૂર રહેતી નથી. આથી તેઓ મૈથુનસેવન વિના પણ અત્યંત સુખ-આનંદનો અનુભવ કરે છે.
આ હકીકત આપણને ઘણો બોધ આપે છે. સંસારનું સર્વ પ્રકારનું સુખ વાસનાના પ્રતીકાર રૂપ જ છે, તે પણ ક્ષણિક=થોડા સમય માટે જ છે. સમય જતાં પુનઃ વધારે પ્રબળ વાસના જાગે છે. પુનઃ તેનો પ્રતિકાર કરવો પડે છે. પુનઃ થોડો સમય શાંત થાય. પુનઃ અતિ વધારે વાસના પ્રગટે છે. પુનઃતેને શાંત કરવી પડે છે. આમ જાગેલી વાસનાને શમાવવા જતાં વધારે પ્રગટે છે. આથી જીવ વાસનાના કારણે અનેક પાપો કરીને અગણિત દુઃખ ભોગવે છે. (૧૦)
ભવનપતિ નિકાયના દશ ભેદોનાં નામોभवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निવાતતનિતિથિ-તપરિભ્રમરી: ૪-૨૨ /
અસુરકુમાર, નાગકુમાર, વિધુત્યુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિક્કુમાર એ પ્રમાણે ભવનપતિ નિકાયના દશ ભેદનાં નામો છે.
આ અધ્યાયના ત્રીજા સૂત્રમાં ભવનપતિ નિકાયના દશ ભેદો છે, એમ સામાન્યથી પ્રતિપાદન કર્યું હતું. આ સૂત્રમાં દશ ભેદોનાં નામ જણાવ્યાં છે.
અસુરકુમારો મોટા ભાગે આવાસોમાં રહે છે, ક્યારેક ભવનોમાં પણ રહે છે. બાકીના નાગકુમારાદિ નવ પ્રકારના દેવો પ્રાયઃ ભવનોમાં જ રહે છે. આવાસો દેહપ્રમાણ ઊંચા અને સમચોરસ હોય છે. આવાસો ચારે બાજુથી ખુલ્લા હોવાથી મોટા મંડપ જેવા લાગે છે. ભવનો બહારથી ગોળ અને અંદર ચોખણિયા હોય છે. ભવનોના તળિયા પુષ્પકર્ણિકાના આકારે હોય છે. ભવનોનો વિસ્તાર જઘન્યથી જંબૂતીપ પ્રમાણ, મધ્યમથી સંખ્યાતા યોજન પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણ હોય છે.