________________
૧૪૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૧૧ મહાહિમવંત પર્વત- હૈમવતક્ષેત્ર પછી ઉત્તર દિશામાં મહાહિમવંત પર્વત છે. તેના ઉપર મધ્ય ભાગમાં મહાપદ્મ દ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર ડ્રીદેવીનું ભવન છે તથા એ પર્વત ઉપર પૂર્વ-પશ્ચિમ લાઈનમાં આઠ કૂટો છે. તેમાં પહેલા સિદ્ધાયતન ફૂટ ઉપર જિનપ્રાસાદમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ પ્રતિમાઓ છે. બાકીના કૂટો ઉપર તેના માલિક દેવ-દેવીઓના પ્રાસાદો છે. આ સંપૂર્ણ પર્વત સુવર્ણનો છે.
- હરિવર્ષ ક્ષેત્ર-મહાહિમવંત પર્વત પછી ઉત્તર દિશામાં હરિવર્ષ ક્ષેત્ર છે. તેના મધ્ય ભાગમાં વૃત્તવૈતાઢ્ય (=ગોળાકાર પર્વત) છે. આ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિસલિલાએ બે નદીઓ છે. હરિકાંતા નદી મહાપદ્મદ્રહમાંથી નીકળીને ઉત્તર દિશા તરફ વહે છે. આગળ જતાં તે ક્ષેત્રના વૃત્તવૈતાઢ્યથી ચાર ગાઉ દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળીને લવણ સમુદ્રને મળે છે. હરિસલિલા નદી તિગિચ્છ દ્રહમાંથી દક્ષિણ દિશા તરફ નીકળે છે. આગળ જતાં વૃત્તવૈતાઢ્યથી ચાર ગાઉ દૂર રહીને પૂર્વ દિશામાં વળીને લવણ સમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં સદા અવસર્પિણીના બીજા આરા સમાન કાળ હોય છે. તેમાં રહેલા યુગલિક જીવો બે દિવસના અંતરે બોર જેટલો આહાર લે છે. જેમનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. શરીરની ઊંચાઈ બે ગાઉ હોય છે.
નિષધ પર્વત- હરિવર્ષ ક્ષેત્ર પછી ઉત્તર તરફ નિષધ પર્વત છે. તેના મધ્ય ભાગમાં તિગિચ્છ દ્રહ છે. તેમાં આવેલા કમળની કર્ણિકા ઉપર ધી દેવીનું ભવન છે. પર્વત ઉપર પૂર્વ મુજબ શ્રેણિબદ્ધ નવ કૂટો છે. જિનપ્રાસાદ વગેરે પૂર્વ મુજબ સમજી લેવું.
મહાવિદેહ ક્ષેત્ર– નિષધ પર્વત પછી ઉત્તરદિશામાં મહાવિદેહ ક્ષેત્ર છે. તેના પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ, દેવગુરુ અને ઉત્તરકુરુ એમ ચાર વિભાગ છે. મેથી પૂર્વમાં પૂર્વ મહાવિદેહ, પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદેહ, દક્ષિણમાં દેવકર અને ઉત્તરમાં ઉત્તરકુરુ છે. શીતા નદીથી પૂર્વ મહાવિદેહના અને શીતોદા નદીથી પશ્ચિમ મહાવિદેહના બે વિભાગ પડે છે. એ બંને નદીઓની બંને બાજુ આઠ આઠ વિજયો છે. તેથી કુલ ૩૨ વિજયો છે. દરેક વિજયનું પ્રમાણ ક્ષેત્ર સમાસ આદિ ગ્રંથથી જાણી લેવું. એક એક વિજયની ૧. આઠમી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી, નવમી વત્સ વિજયમાં શ્રી યુગમંધરસ્વામી,
ચોવીસમીનલિનાવતીવિજયમાં શ્રી બાબુસ્વામી, પચીસમીપ્રાવતી વિજયમાં શ્રી સુબાહુવામી છે.