________________
અ૦ ૩ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૪૫
વચ્ચે ક્રમશઃ પર્વત અને નદી છે. જેમ કે—પહેલા વિજય, પછી પર્વત, પછી વિજય, પછી નદી, પછી વિજય, પછી પર્વત, પછી વિજય, પછી નદી. આઠ વિજયના આંતરા સાત થાય. એટલે આઠ વિજયની વચ્ચે ચાર પર્વતો અને ત્રણ નદીઓ છે. દરેક વિજયમાં છ ખંડો, ગુફાઓ, નદીઓ, બિલો, પર્વતો, તીર્થો, દ્રહો વગેરેની વિગત ભરતક્ષેત્રની જેમ જાણવી.
ચાર ગજદંત પર્વતો— મેરુપર્વતથી અગ્નિખૂણામાં સોમનસ નામનો, નૈઋત્યખૂણામાં વિદ્યુત્પ્રભ નામનો, વાયવ્યખૂણામાં ગંધમાદન નામનો, ઇશાનખૂણામાં માલ્યવંત નામનો ગજદંત પર્વત છે. આ પર્વતો હાથીદાંત જેવા આકારવાળા હોવાથી ગજદંત કહેવાય છે.
દેવકુરુમાં નિષધ પર્વતથી ઉત૨માં શીતોદા નદીના પશ્ચિમ અને પૂર્વ કિનારા ઉપર અનુક્રમે ચિત્ર અને વિચિત્ર એ બે કૂટો છે. ઉત્તરકુરુમાં નીલવંત પર્વતથી દક્ષિણમાં શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર અનુક્રમે સમક અને યમક એ બે પર્વતો છે.
કાંચનપર્વતો—દેવકુરુમાં શીતોદા નદીની અંદર એક સરખા અંતરવાળા ક્રમશઃ પાંચ દ્રહો છે. એ પ્રત્યેક દ્રહની પૂર્વ દિશામાં દશ દશ અને પશ્ચિમમાં દશ દશ કાંચન પર્વતો છે. પૂર્વમાં ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળીને કુલ સો કાંચન પર્વતો દેવકુરુમાં છે.
એ જ રીતે ઉત્તરકુરુમાં શીતા નદીની અંદર એક સરખા આંતરાવાળા ક્રમશઃ પાંચ દ્રહો છે. એ પ્રત્યેક દ્રહની પૂર્વમાં દશ દશ અને પશ્ચિમમાં દશ દશ કાંચન પર્વતો છે. આથી ઉત્તરકુરુમાં પણ ૧૦૦ કાંચન પર્વતો છે. આમ કુલ ૨૦૦ કાંચન પર્વતો છે.
મહાવિદેહ ક્ષેત્રમાં અવસર્પિણીના ચોથા આરા સમાન અને દેવકુરુઉત્તરકુરુમાં પહેલા આરા સમાન કાળ હોય છે. દેવકુરુ-ઉત્તરકુરુમાં રહેલા યુગલિક જીવો ત્રણ દિવસના આંતરે તુવરના દાણા જેટલો આહાર લે છે. તેમનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને શરીરની ઊંચાઇ ત્રણ ગાઉ હોય છે.
બાકીના પર્વતો-ક્ષેત્રો– મહાવિદેહ ક્ષેત્ર પછી ઉત્તર દિશામાં અનુક્રમે નીલવંત પર્વત, રમ્યક્ ક્ષેત્ર, રુક્મિ પર્વત, હૈરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરાવત ક્ષેત્રછે. એમનીવિગત અનુક્રમેનિષધપર્વત, હરિવર્ષ ક્ષેત્ર, મહાહિમવંત પર્વત, હૈમવત ક્ષેત્ર, લઘુ હિમવંત પર્વત અને ભરત ક્ષેત્ર મુજબ જાણવી. દ્રો વગેરેનાં નામોમાં ફેરફાર છે. તે અહીં આપેલા કોઠામાંથી જાણી શકાય છે. (૧૧)