________________
૧૪૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર અિ૦ સૂ૦ ૧૧ વિદ્યાધરોનો વાસ-વૈતાઢ્ય પર્વત ઉપર સમભૂતલા પૃથ્વીથી ઊંચે દશ યોજન જઈએ ત્યાં દશ યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી જ લાંબી એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એમ બે મેખલા છે. બંને મેખલા ઉપર મેખલાના જ માપની વિદ્યાધરોની શ્રેણિઓ આવેલી છે. દક્ષિણ શ્રેણિમાં પચાસ અને ઉત્તર શ્રેણિમાં સાઠ નગરો છે. તેની આસપાસ તે તે નગરીના દેશો આવેલા છે. આ નગરીઓમાં ઉત્તમ કોટિના રનોના મહેલોમાં વિદ્યાધરો રહે છે.
ઇન્દ્રના લોકપાલક દેવોના સેવકોનો વાસ– વિદ્યાધરોની શ્રેણિથી ઊંચે દશ યોજન જઇએ ત્યાં દશ યોજન પહોળી અને વૈતાઢ્ય પર્વત જેટલી જ લાંબી એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં એમ બે મેખલાઓ અને બે શ્રેણિઓ છે. તેમાં ઈન્દ્રના લોકપાલ દેવોના સેવકો રત્નમય ભવનોમાં રહે છે.
વ્યંતરોની ક્રિીડાનું સ્થાન– ત્યાર બાદ ઊંચે પાંચ યોજન જતાં વૈતાઢ્ય પર્વતનો ઉપરનો ભાગ આવે છે. એના મધ્યમાં પદ્મવર વેદિકા અને બંને બાજુ બગીચા છે. એ બગીચાઓમાં રહેલા ક્રીડાપર્વતો (ત્રક્રીડા કરવાના નાના નાના પર્વતો) ઉપર કદલીગૃહોમાં અને વાવ વગેરેમાં વ્યંતર દેવો ક્રીડા કરે છે.
ગુફાઓ– વૈતાઢ્ય પર્વતમાં પૂર્વ તરફ ખંડપ્રપાતા અને પશ્ચિમ તરફ તમિસ્રા નામની ગુફા છે. આ ગુફાઓ સદા અંધકારમય હોય છે. પ્રત્યેક ગુફા ૮ યોજન ઊંચી, ૧ર યોજન પહોળી અને ૫૦ યોજન લાંબી છે.
ઋષભ કૂટ– હિમવંત પર્વતની નજીકમાં દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુની વચ્ચે ઋષભ કૂટ નામે પર્વત છે. એના ઉપર ત્રષભ નામના મહર્થિક દેવનો વાસ છે.
તીર્થો– ગંગા નદીનો જ્યાં સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં માગધ નામે તીર્થ છે, સિંધુનો સમુદ્ર સાથે સંગમ થાય છે ત્યાં પ્રભાસ નામે તીર્થ છે, અને બંને તીર્થોની વચ્ચે વરદામનામેતીર્થ છે. અહીં તીર્થ એટલે સમુદ્રમાં ઉતરવાનો માર્ગ.
બિલો- વૈતાદ્ય પર્વતની દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુના પૂર્વ અને પશ્ચિમ કાંઠા ઉપર નવ નવ બિલો છે. આથી કુલ ૩૬ બિલો=ગુફાઓ છે. એ જ રીતે વૈતાઢય પર્વતની ઉત્તરમાં પણ ૩૬ બિલો છે. આમ કુલ ૭૨ બિલો છે. છઠ્ઠા આરામાં મનુષ્યો આ બિલોમાં વસે છે.