________________
૧૩૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર અિo૩ સૂ૦૯ જંબદ્વીપના બરોબર મધ્યમાં મેરુ પર્વત છે. જેમ નાભિ શરીરના મધ્યભાગમાં છે, તેમ મેરુ પર્વત જંબૂદ્વીપની બરોબર મધ્યમાં છે. આથી મેરુ જબૂદીપની નાભિરૂપ હોવાથી સૂત્રમાં જેબૂદ્વીપનું મેરુનાભિ વિશેષણ છે.
જંબૂદ્વીપની ગતી વગેરેનું સંક્ષિપ્ત વર્ણન
જંબૂદીપની ચારે બાજુ ફરતો વજમણિમય કોટછે. શાસ્ત્રમાં એ કોટજગતી તરીકે પ્રસિદ્ધ છે. એની ઊંચાઈ ૮ યોજન છે. એનો વિસ્તાર મૂળમાં બાર યોજના અને પછી ક્રમશઃ ઘટતાં ઘટતાં ઉપર ૪ યોજન છે. ઉપરના મધ્યભાગમાં સર્વરત્નમય વેદિકા (કાંગરા રહિત કોટ સમાન આકારવાળી પીઠિકા) છે. વેદિકા પુરુષ, કિન્નર, ગંધર્વ, વૃષભ, સર્પ, અશ્વ, હસ્તિ વગેરે ચિત્રોથી યુક્ત છે. તેમાં ગુચ્છો, પુષ્પો અને પલ્લવોથી સુંદર વાસંતી, ચંપક વગેરે વિવિધ રત્નમય વેલડીઓ છે. વેદિકાનો ઘેરાવો જગતી જેટલો, ઊંચાઈ બે ગાઉ અને વિસ્તાર પાંચસો ધનુષ્ય છે. વેદિકાની બે બાજુએ બે બગીચા છે. દરેક બગીચાનો ઘેરાવો જગતી જેટલો અને વિસ્તાર ૨૫૦ ધનુષ્ય ન્યૂન બે યોજન છે. વેદિકાનો અને બે બગીચાનો વિસ્તાર ભેગો કરતાં બરોબર જગતી જેટલો ચાર યોજન થાય છે. બગીચાઓમાં ફળ-ફૂલ આદિથી મનોહર વૃક્ષો છે. એની ભૂમિમાં રહેલા તૃણના અંકુરાઓમાંથી ચંદનાદિથી પણ ચઢી જાય તેવી સુવાસ પ્રસરે છે, તથા એ અંકુરાઓ વાયુથી પરસ્પર અથડાતાં વણાદિના નાદથી અધિક મનોહર નાદ થાય છે. વાયુથી પરસ્પર અથડાતા પંચવર્ણના સુગંધી મણિઓમાંથી પણ મધુર ધ્વનિ નીકળે છે. સ્થળે સ્થળે પગથિયાવાળી વાવો, તળાવડીઓ, મોટાં સરોવરો વગેરે છે. વાવડીઓનાં પાણી મદિરા, ઇલુરસ આદિ વિવિધ સ્વાદવાળા છે. તેમાં અનેક ક્રીડાપર્વતો, વિવિધ ક્રીડાગૃહો, નાટ્યગૃહ, કેતકીગૃહ, લતાગૃહ, કદલીગૃહ, સ્નાનગૃહ, પ્રસાધનગૃહ, રત્નમય મંડપો વગેરે છે. એ સર્વ પર્વતો, ગૃહો, જળાશયો, મંડપો વગેરેમાં વ્યંતર દેવો યથેચ્છ રીતે ક્રીડા કરે છે. ચાર દિશાઓમાં કોટના વિજય વગેરે નામવાળા ચાર દ્વારો છે. વિજય આદિ નામના દેવો તેના સ્વામી છે. વિજય આદિ દેવોની અસંખ્ય દીપ-સમુદ્રો પછી બીજા જબૂદ્વીપમાં રાજધાની છે. એ રાજધાનીનું જાણવા જેવું સુંદર વર્ણન લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ-જાણી લેવું. કોટને ફરતો એક ગવાક્ષ (Gઝરૂખો) છે. એ ગવાક્ષ બે ગાઉ ઊંચો અને પાંચસો ધનુષ પહોળો છે. એ ગવાક્ષ કોટના મધ્યભાગમાં આવેલ હોવાથી ત્યાંથી લવણ સમુદ્રનાં સર્વ દશ્યો જોઈ શકાય છે.