________________
૧૩૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૩ સૂ૦ ૬ પણ સમુદ્યાત, વૈક્રિયલબ્ધિ, મિત્રતા આદિના વિષયમાં અપવાદ છે. કેવળ સમુદ્રઘાતમાં કેવળી જીવના આત્મપ્રદેશો સંપૂર્ણ લોકવ્યાપી બનતા હોવાથી સાતે નરકમાં હોય છે. વૈક્રિયલબ્ધિથી મનુષ્યો તથા તિર્યંચો નરકમાં જઈ શકે છે. દેવતાઓ પૂર્વભવના મિત્રને સાંત્વન આપવા નરકમાં જાય છે. ભવનપતિ અને વ્યંતર દેવો પ્રથમ નરક સુધી જ જઇ શકે છે. વૈમાનિક દેવો ત્રીજી નરક સુધી અને કોઈ વાર ચોથી નરક સુધી જઈ શકે છે. સીતાજીનો જીવ સીતેન્દ્ર લક્ષ્મણજીના જીવને આશ્વાસન આપવા ચોથી નરકે ગયો હતો. પરમાધામી દેવો ત્રીજી નરક સુધી હોય છે. પરમાધામી દેવો તો નારકોને કેવળ દુ:ખ આપવા જ જાય છે.
નારકોની ગતિ– નારકો મરીને પુનઃ નરકગતિમાં ન જન્મે. કારણ કે તેમને બહુઆરંભ, બહુપરિગ્રહ વગેરે નરકનાં કારણો હોતાં નથી. સરાગ સંયમ વગેરે દેવગતિના આસનોનો અભાવ હોવાથી નારકો મરીને દેવગતિમાં પણ ઉત્પન્ન ન થાય. નરકમાંથી નીકળી મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મે છે.
નરકની સાબિતી
પ્રશ્ન- નરકગતિ પ્રત્યક્ષ દેખાતી નથી તેથી હશે કે નહિ તેની શી ખાતરી ?
ઉત્તર– નરકગતિ સર્વજ્ઞ ભગવંતોને પ્રત્યક્ષ છે. આપણને પ્રત્યક્ષ ન હોવા છતાં યુક્તિથી નરકગતિ સિદ્ધ થઈ શકે છે. નરકગતિ ન હોય તો અનેક પ્રશ્નો અણઉકેલ્યા રહે. જે જીવો હિંસા આદિ ઘોર પાપો કરે છે તે જીવો એ પાપોનું ફળ ક્યાં ભોગવે ? એનું ફળ મનુષ્યગતિમાં ન મળી શકે. મનુષ્યગતિમાં એક વખત ખૂન કરનારને અને દશ વખત ખૂન કરનારને પણ જેલ કે ફાંસી રૂપ સજા સમાન જ મળે છે. જેણે દશ વખત કે તેથી વધારે વખત ખૂનનું પાપ કર્યું છે, તેને એક વખત ખૂન કરનારથી વિશેષ ફળ ક્યારે મળે ? બીજી વાત એ કે જે ખૂની પકડાતો નથી, અદશ્ય રીતે અનેક ખૂન, મારપીટ, લૂંટ-ફાટ, ચોરી વ્યભિચાર વગેરે ઘોર પાપોનું સેવન કરે છે, તેના પાપનું ફળ કોણ આપશે ? અથવા જે મનથી જ ઘોર હિંસા સતત કર્યા કરે છે તેને એ પાપનું ફળ કેવી રીતે મળે ? કહો કે વારંવાર મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારની વ્યાધિ વગેરે રૂપે પૂર્વભવના ઘોર પાપોનું ફળ