________________
અo ૩ સૂ) ૭] શ્રીતત્ત્વાથધિગમસૂત્ર
૧૩૩ ભોગવશે. તો પછી પ્રશ્ન થાય છે કે જે આખી જિંદગી સુધી કેવળ પાપ કરે છે તેને તેનું ફળ તેના પાપને અનુરૂપ મળવું જોઈએ. સદા કેવળ પાપ કરે છે માટે તેને જરા પણ સુખ વિના કેવળ દુઃખ જ નિરંતર મળવું જોઈએ. મનુષ્ય ગતિમાં કે તિર્યંચ ગતિમાં સદા કેવળ દુઃખ નથી મળતું, અમુક સમય દુઃખ પછી અમુક સમય સુખ મળે છે. દુઃખ વખતે પણ આંશિક સુખનો અનુભવ હોય છે. એટલે જે નિરંતર કેવળ પાપ જ કરે છે તેવા જીવોને તેના પાપને અનુરૂપ દુઃખ ક્યાં મળે ? આ પ્રશ્નના ઉકેલ માટે નરકગતિની સત્તા સ્વીકારવી જ જોઈએ. (૬)
" તિચ્છલોકમાં તપ-સમુદ્રો
जम्बूद्वीप-लवणादयः शुभनामानो द्वीप-समुद्राः ॥३-७ ॥
તિષ્ણુલોકમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર વગેરે શુભનામવાળા (અસંખ્ય) દ્વિીપો અને સમુદ્રો આવેલા છે.
અહીં સુધી અધોલોકનું વર્ણન કર્યું. હવે અહીંથી મધ્યલોકનું વર્ણન શરૂ કરે છે. તિર્જી લોકમાં પ્રથમ એક દ્વીપ, બાદ સમુદ્ર, બાદ પુનઃ દ્વીપ, બાદ સમુદ્ર એમ ક્રમશઃ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો રહેલા છે. તેમનાં નામ શુભ હોય છે. જગતમાં શુભ પદાર્થોના જેટલાં નામો છે, તે દરેક નામના દ્વીપો અને સમુદ્રો છે. અશુભ નામવાળો એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. પ્રારંભના થોડા દ્વીપ-સમુદ્રોના ક્રમશઃ નામો નીચે મુજબ છે–(૧) જંબૂદ્વીપ (૨) લવણ સમુદ્ર (૩) ધાતકીખંડ (૪) કાલોદધિ સમુદ્ર (૫) પુષ્કરવર દ્વીપ (૬) પુષ્કરોદધિ સમુદ્ર (૭) વારુણીવર દ્વીપ (૮) વાણીવર સમુદ્ર (૯) ક્ષીરવર દ્વિીપ (૧૦) ક્ષીરવર સમુદ્ર (૧૧) વૃતવર દ્વીપ (૧૨) વૃતવર સમુદ્ર (૧૩) ઇસુવર દ્વીપ (૧૪) ઇસુવર સમુદ્ર (૧૫) નંદીશ્વર દ્વીપ (૧૬) નંદીશ્વર સમુદ્ર. સર્વથી અંતિમ સમુદ્રનું નામ સ્વયંભૂરમણ છે.
સમુદ્રનું પાણી– લવણનું ખારું, કાલોદધિનું અને પુષ્કરવારનું સ્વાભાવિક જળ જેવું, વારુણીવરનું દારૂ જેવું, લીવરનું દૂધ જેવું, વૃતવરનું ઘી જેવું, સ્વયંભૂરમણનું સ્વાભાવિક જળ જેવું, બાકીના બધા સમુદ્રોનું શેરડી જેવું મધુર, અર્થાત્ પાણીનો તેવો સ્વાદ હોય છે. (૭) ૧. રત્નપ્રભા પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ તિચ્છ=તિર્યમ્ લોક છે.