________________
૧૩૦
શ્રીતત્ત્વાધિગમસૂત્ર (અ) ૩ સૂ૦ ૬ બિચારો નારકો મોતને ઇચ્છતા હોવા છતાં (આયુષ્યની સમાપ્તિ વિના) મરતા જ નથી. જેમ આપસમાં લડતા બે મલ્લો વગેરેને જોઈને પાપાનુબંધી પુણવાળા મનુષ્યો આનંદ પામે છે, તેમ પરમાધામીઓ નારકોને પરસ્પર લડતા અને મારામારી કરતા જોઇને આનંદ પામે છે. રાજી થઈને અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્રો ફેંકે છે, તાળીઓ વગાડે છે, સિંહની જેમ જોરથી ગર્જના કરે છે.
પ્રશ્ન- પરમાધામીઓ દેવો હોવાથી તેમની પાસે આનંદ માણવાનાં અનેક બીજાં સાધનો હોવા છતાં આ રીતે આનંદ શા માટે માણે છે ?
ઉત્તર– તેમને પાપાનુબંધી પુણ્ય આદિ અનેક કારણોથી આવા પાપ કર્મમાં જ આનંદ આવે છે. આથી આનંદ પામવાનાં બીજા સાધનો હોવા છતાં નારકોને દુઃખ આપીને અને પરસ્પર લડતા જોઇને આનંદ અનુભવે છે. (૫)
નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિતેà-ત્રિ-સત-ર-સતલા-તાવિરતિ-ત્રયાશાसागरोपमाः सत्त्वानां परा स्थितिः ॥३-६ ॥
પ્રથમ નરક આદિમાં નારકોના આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમની છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે વધારેમાં વધારે સ્થિતિ, અર્થાત્ જે સ્થિતિથી વધારે અન્ય સ્થિતિ ન હોય તે અંતિમ અધિક સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છે. આ સૂત્રમાં માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. જઘન્યસ્થિતિ ચોથા અધ્યાયમાં બતાવશે.
નરકગતિ સંબંધી વિશેષ માહિતી
લોકના મુખ્યતયા ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ એમ ત્રણ ભેદ છે. તેમાં અહીં સુધી અધોલોકનું વર્ણન કર્યું. હવે તિર્યગુ=તિચ્છ લોકનું વર્ણન આવે છે. પણ તે પહેલાં આપણે નરક અંગેની થોડી વિશેષતાઓ વિચારી લઇએ.
કોણ કઈ નરક સુધી ઉત્પન્ન થઈ શકે? અસંશી પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય પહેલી નરકમાં જ ઉત્પન્ન થઈ શકે. ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. પક્ષી ત્રીજી નરક સુધી ઉત્પન્ન થઈ શકે. સિંહ ચોથી નરક ૧. નરક દુઃખોનું વિશેષ વર્ણન સ્થાનાંગ સૂત્ર, ભવભાવના વગેરે ગ્રંથોમાં છે.