________________
અ૦ ૩ ૦ ૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૨૯
નિર્દયપણે કરવતો વડે શરીરના મધ્યભાગને લાકડાની જેમ ફાડે છે. વિકરાળ અને વજ્રના તીક્ષ્ણ કાંટાઓથી ભરપૂર ભયંકર મોટા શાલ્મલિ વૃક્ષો ઉપર ચડાવે છે. મહાઘોષ જાતિના પરમાધામીઓ નારકોને ગગનભેદી શબ્દોથી ભયભીત બનાવી દે છે. ભયથી નાસભાગ કરતા નારકોને પકડીને વધસ્થાનમાં રોકીને અનેક પ્રકારની કદર્થના પમાડે છે.
૧
અરે ! આ પ્રમાણે પરમાધામીઓ નારકોને પછાડે, કાપી નાંખે, તળી નાખે, છિન્નભિન્ન કરી નાખે, બાળી નાખે, શેકી નાખે, ઓગાળી નાખે, છતાં તેમનું શરીર પાપના ઉદયથી પારાના રસની જેમ તે જ પ્રમાણે મળી જાય. ૧. પરમાધામીઓ મરીને અંડગોલિક મનુષ્ય થાય છે. તેની વિગત આ પ્રમાણે છે—
ગંગા અને સિંધુ એ બે નદીઓ લવણ સમુદ્રમાં જે સ્થળે પ્રવેશ કરે છે તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતીની વેદિકાથી પંચાવન યોજન દૂર એક દ્વીપ છે. તે દ્વીપમાં સુડતાલીસ ગુફાઓ છે. તેમાં જળચારી મનુષ્યો રહે છે. તે મનુષ્યો પહેલા સંઘયણવાળા મદ્ય-પાનમાં આસક્ત, માંસ ખાનારા અને કાળા રંગના હોય છે. તે મનુષ્યો ‘અંડગોલિક' એવા નામથી ઓળખાય છે. તેમના અંડની ગોળીને (=પેશાબ નીકળવાની ઇન્દ્રિયની બાજુમાં રહેલી ગોળીને) ચમરી ગાયના પુચ્છના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી રત્નના વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. એ અંડગોળીના પ્રભાવથી મગર વગેરે જલચર પ્રાણીઓ કોઇ જાતનો ઉપદ્રવ કરતા નથી. આથી વેપારીઓ સમુદ્રમાંથી રત્નો વગેરે લઇને સલામતીથી બહાર આવે છે. રત્નના વેપારીઓ નીચે મુજબ ઉપાય કરીને ખંડગોળીઓ લે છે.
લવણ સમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની પાસે જે સ્થાને ઘંટીના આકારે વજ્રશિલાના સંપુટો (અર્થાત્ વજ્રની અમુક પ્રકારની ઘંટીઓ) છે ત્યાં આવીને તે સંપુટો ઉઘાડી તેમાં મઘ, માંસ, મધ અને માખણ એ ચાર મહા વિગઇઓ ભરે છે. પછી જે સ્થાને અંડગોલિક મનુષ્યો રહે છે ત્યાં મઘ વગેરે લઇને આવે છે. તેમને દૂરથી જ જોઇને ખંડગોલિકો મા૨વા માટે દોડે છે. આથી વેપા૨ીઓ થોડા થોડા આંતરે મઘ માંસ આદિથી ભરેલા પાત્રો મૂકતા મૂકતા નાસવા માંડે છે. અંડગોલિકો તે પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે. છેવટે વશિલાના સંપુટો પાસે આવે છે અને તેમાં મઘ-માંસ વગેરે જોઇને ખાવા માટે તેની અંદર પ્રવેશ કરે છે. પછી વેપારીઓ પોતાના સ્થાને ચાલ્યા જાય છે. અંડગોલિકો વજશિલાના સંપુટોમાં મઘ-માંસ વગેરે ખાતા પાંચ, છ યાવત્ દશ દિવસો પસાર કરે છે. તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી તલવાર વગેરે શસ્ત્રો લઇને ત્યાં આવી સાત આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે અને તુરત સંપુટોને બંધ કરી દે છે કારણ કે તેમાંથી જો એક પણ અંડગોલિક નીકળી જાય તો બધાને મારી નાખે એવો બળવાન હોય છે. પછી વેપારીઓ યંત્ર વડે તે વજની ઘંટીમાં તેમને દળે છે. તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષ સુધી દળાય ત્યારે મરણ પામે છે. આથી એક વર્ષ સુધી સખત વેદના સહન કરે છે. તેમને દળતાં તેમના શરીરના અવયવો ચૂર્ણની જેમ બહાર નીકળતા જાય છે. તેમાંથી વેપારીઓ તેના અંડની ગોળીઓ શોધી લે છે. તે અંડગોળીઓનો ઉપ૨ કહ્યા મુજબ ઉપયોગ કરે છે.