________________
૨૦ ૩ સૂ૦ ૫]
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
નરકમાં પરમાધામીકૃત વેદના— संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ॥ ३-५ ॥ ત્રીજી નરક સુધીના નારકો સંક્લિષ્ટ અસુરોથી=પરમાધામીઓથી પણ દુઃખ પામે છે.
૧૨૭
અંબ, અંબરિસ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ એમ પંદર પ્રકારના પરમાધામીઓ છે. આ પરમાધામીઓ નવા ઉત્પન્ન થયેલા નરકના જીવની પાસે સિંહગર્જના કરતા ચારે તરફથી દોડી આવે છે. અરે ! આ પાપીને મારો ! એને છેદી નાંખો ! એની કાયાના ટુકડે ટુકડા કરી નાંખો, એ પ્રમાણે કહીને ભાલા, બાણ, તલવાર વગેરે અનેક પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી નરકના જીવને વીંધી નાખે છે... છેદી નાખે છે.
અંબ જાતિના પરમાધામીઓ રમતથી વિવિધ પ્રકારના ભયો ઉત્પન્ન કરે છે. ભયથી નાસતા જીવોની પાછળ પડે છે. દૂર સુધી પાછળ દોડીને કૂતરાની જેમ આમ તેમ દોડાવે છે. અરે ! આકાશમાં ઊંચે લઇ જઇને અદ્ધરથી ઊંધા મસ્તકે પથ્થરની જેમ નીચે મૂકી દે છે. નીચે પડતાં તેમને વજ્રમય સળીયાઓ વડે વીંધે છે. મુદ્ગર આદિથી સખત પ્રહાર કરે છે.
અંબરિસ પરમાધામીઓ અંબજાતિના પરમાધામીઓ વડે હણાવાથી મૂર્છિત તથા નિશ્ચેતન જેવા બની ગયેલા નારકોના શરીરને કર્પણીઓથી (કાપવાના સાધનોથી) કાપીને ટુકડે ટુકડા કરી નાંખે છે, જાણે કે શાક સમાર્યું.
શ્યામ જાતિના પરમાધામીઓ પણ તેમના અંગોપાંગો છેદી નાખે છે. ઘટિકાલય(=કુંભી)માંથી કાઢીને નીચે વજ્રમય ભૂમિ ઉપર ફેંકે છે, જાણે કે બોલ (–દડો) ફેંક્યો. વજ્રમય અણીદાર દંડ વડે વીંધી નાંખે છે. ચાબુકના પ્રહાર કરે છે. પગથી ખૂંદી નાખે છે.
શબલ જાતિના પરમાધામીઓ તો હદ કરી નાંખે છે. પેટ અને હૃદયને ચીરી આંતરડાં, ચરબી, માંસ વગેરે બહાર કાઢે છે અને તેમને તેનાં દર્શન કરાવે છે. રુદ્ર જાતિના અસુરો પણ ક્યાં પાછી પાની કરે એમ છે. એ તો ધમધમાટ કરતાં ત્યાં આવે છે અને તલવાર ચલાવે છે. ત્રિશૂળ, શૂળ, વજ્રમય શૂળી વગેરેમાં ના૨કોને પરોવે છે. પછી ધગધગતી ચિતામાં હોમી દે છે.