________________
૧૨૬
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૩ સૂ૦૪ રહ્યા કરે છે. ભય- અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી આગામી દુઃખને જાણે, તેથી સદા ભયભીત રહે છે. પરમાધામી તથા નારકોનો પણ ભય રહ્યા કરે છે. શોક– દુઃખ, ભય આદિના કારણે સદા શોકાતુર રહે છે.
(૫) અશુભવિકિયા– નરકના જીવોને અશુભ નામ કર્મનો ઉદય હોવાથી શુભ ઉત્તર વૈક્રિય શરીર બનાવવા પ્રયત્ન કરે છતાં અશુભ જ બને છે.
પ્રશ્ન- નરક અને નારક શબ્દમાં અર્થભેદ છે કે એક અર્થ છે ?
ઉત્તર- સામાન્યથી બંને શબ્દમાં અર્થનો ભેદ છે. નરક એટલે રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ અર્થાત્ જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. નારક એટલે નરકમાં ઉત્પન્ન થતો જીવ. પણ ક્યારેક નરકનો અર્થ આધારમાં આધેયના ઉપચારથી નરકનો જીવ પણ થાય છે. આ સૂત્રમાં અશુભ પરિણામનું વર્ણન યથાયોગ્ય નરક શબ્દના બંને અર્થને આશ્રયીને કરવામાં આવ્યું છે. અશુભ લેશ્યા વગેરેનું વર્ણન જીવરૂપ અર્થને આશ્રયીને કરવામાં આવ્યું છે.
પ્રશ્ન- અશુભતર શબ્દનો કયો અર્થ છે?
ઉત્તર- અશુભતર એટલે નીચે નીચેની નરકમાં વધારે વધારે અશુભ. લેશ્યા આદિ નીચે નીચેની નરકમાં અધિક અધિક અશુભ હોય છે.
પ્રશ્ન- અહીં નિત્ય શબ્દનો શો અર્થ છે?
ઉત્તર- અહીં નિત્ય એટલે નિરંતર. અશુભ લેશ્યા વગેરે અમુક સમય સુધી હોય, બાદ નહિ, પુનઃ શરૂ થાય, એમ નહિ; કિન્તુ નિરંતર હોય છે. (૩)
નરકમાં પરસ્પરોટીરિત વેદનાપરસ્પરોલોરિણા : રૂ-૪
નારકો પરસ્પર ઉદરિત ( નરકના જીવોથી પરસ્પર કરાતા) દુઃખવાળા હોય છે.
પૂર્વભવના વૈરી બે જીવ એકસ્થાને ઉત્પન્ન થયા હોય તો લેત્રાનુભાવજનિત શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ કરે છે. અરે ! વૈરી ન હોય છતાં આ મારો પૂર્વભવનો વૈરી છે એમ અસત્ય કલ્પના કરીને એક શેરીનો કૂતરો બીજી શેરીના કૂતરા પાછળ પડે તેમ તેની પાછળ પડે છે અને શસ્ત્રોથી યુદ્ધ કરવા મંડી પડે છે. પરસ્પર યુદ્ધ મિશ્રાદષ્ટિ નારકો જ કરે, સમ્યગ્દષ્ટિ નહિ. સમ્યગ્દષ્ટિ નારકો તો સમતા ભાવે સહન કરે છે. (૪).