________________
અ૦૩ સૂ૦૩] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૧૨૫ રહેલા નારકોને હોય છે. તે પણ અમુક સમય સુધી નહિ, પણ નિરંતર-સદા માટે આવી વેદના રહે છે. આવી ઠંડીની વેદના અનુભવતા તે નારકોને ત્યાંથી ઉપાડી અહીં મનુષ્યલોકમાં ઉપર કહેલા ઠંડા સ્થળે મૂકવામાં આવે તો જાણે ઠંડી અને પવન વિનાના સ્થાનમાં હોય તેમ ઘસઘસાટ ઊંઘી જાય.
ઉષ્ણવેદના- નરકમાં થતી ઉષ્ણવેદનાને પણ શાસ્ત્રકારોએ બહુ જ સુંદર ઉપમાથી સમજાવી છે. જેઠ મહિનો હોય, આકાશ વાદળથી રહિત હોય, મધ્યાહ્ન સમયે સૂર્ય બરોબર આકાશના મધ્ય ભાગે આવી ગયો હોય, પવન બિલકુલ ન હોય, આ સમયે પિત્તપ્રકોપવાળા અને છત્રીરહિત મનુષ્યને સૂર્યના અતિશય તાપથી જે વેદના થાય તેનાથી અનંતગણી વેદના નરકના જીવોને હોય છે. આવી તીવ્ર ઉષ્ણ વેદનાને સહન કરતા નારકને ઉપાડી મનુષ્યલોકમાં પૂર્વોક્ત સ્થળે મૂકવામાં આવે તો તે જાણે કોઈ ગરમી વિનાની શીતલ પવનવાળી જગ્યામાં હોય તેમ ઘસઘસાટ ઉંઘી જાય.
પહેલી, બીજી અને ત્રીજી નરકમાં ઉષ્ણ વેદના હોય છે. ચોથી નરકમાં પણ નારકોને ઉષ્ણ તથા થોડા નારકોને શીત વેદના હોય છે. પાંચમી નરકમાં ઘણા નારકોને શીત તથા થોડા નારકોને ઉષ્ણ વેદના હોય છે. આથી ચોથીપાંચમી નરકમાં બંને પ્રકારની વેદના હોય છે. છઠ્ઠી-સાતમી નરકમાં શીત વેદના હોય છે.
સુધાવેદના- નરકના જીવોને ભૂખ એટલી બધી હોય કે, જગતમાં રહેલા બધા જ અનાજનું ભક્ષણ કરી જાય, ઘીના અનેક સમુદ્રોને ખલાસ કરી નાખે, દૂધના સમુદ્રો પી જાય, યાવત્ જગતના બધા પુદ્ગલોનું ભક્ષણ કરી જાય, તો પણ તેમની સુધા ન શકે, બલ્બ અધિક અધિક વૃદ્ધિ પામે. તૃષાવેદના- નારકોને તૃષા પણ સખત હોય છે. જગતના સઘળા સમુદ્રોનું પાન કરી જાય તો પણ તૃષા શાંત ન થાય, સદા હોઠ સૂકાયેલા જ રહે, સદા ગળામાં શોષ રહ્યા જ કરે. ખણજ- છરીથી શરીરને ખણે તો પણ ન મટે તેવી અતિ તીવ્ર ખરજ નિરંતર રહ્યા કરે છે. પરાધીનતા– સદા પરમાધામીઓને વશ રહેવું પડે છે. જ્વર-મનુષ્યને અધિકમાં અધિક જેટલો તાવ આવે તેનાથી અનંતગણો વર નરકના જીવોને હોય છે. દાહ– શરીરમાં સદાદાહ–બળતરા