________________
૧ ૨૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦૩ સૂ૦૩ માંસ, ચરબી વગેરે અશુભ પદાર્થોથી ખરડાયેલી હોવાથી તેમાંથી સદા દુર્ગધ છૂટે છે. રસ- નરકના પદાર્થોનો રસ પણ લીમડા આદિના રસથી અધિક કડવો હોય છે. સ્પર્શ– નરકના પદાર્થોનો સ્પર્શ પણ અધિક ઉષ્ણ અને વૃશ્ચિકદંશ આદિથી પણ અધિક પીડા ઉપજાવનાર હોય છે. અગુરુલઘુશરીરનો અગુરુલઘુ પરિણામ અનેક દુઃખોનો આશ્રય હોવાથી અનિષ્ટ-અશુભ હોય છે. શબ્દ- હે માતા ! હે પિતા ! અમને છોડાવો ! કષ્ટમાંથી બચાવો ! આવા અનેક પ્રકારના કરુણ શબ્દો સંભળાય છે. આ શબ્દો સાંભળવા માત્રથી ત્રાસ ઉત્પન્ન કરે છે.
(૩) અશુભદેહ– નરકના જીવોનું શરીર હુડક સંસ્થાનવાળું હોય છે. શરીરના અવયવોની રચના પણ બેડોળ હોય છે. તેમનું શરીર વૈક્રિય હોવા છતાં દેવોના જેવું શુભ=પવિત્ર નથી હોતું, કિંતુ મલ-મૂત્ર આદિ અશુભ પદાર્થોથી ભરેલું હોય છે. શરીરનો વર્ણ અતિશય કૃષ્ણ અને ભય ઉત્પન્ન કરનાર હોય છે.
(૪) અશુભવેદના-નરકના જીવોને ક્ષેત્ર સંબંધી, પરસ્પરોદરિત અને અસુરોદીવિત (=પરમાધામીકૃત) એમ ત્રણ પ્રકારની વેદના નિરંતર હોય છે. પરસ્પરોટીરિત અને અસુરોટીરિત વેદનાનું પ્રતિપાદન ચોથા-પાંચમા સૂત્રમાં છે તેથી અહીં ક્ષેત્ર સંબંધી વેદનાનું પ્રતિપાદન છે. નરકમાં શીત, ઉષ્ણ, ભૂખ, તૃષા, ખણજ, પરાધીનતા, જવર, દાહ, ભય, શોકએ દશ પ્રકારની ક્ષેત્રકૃત= ક્ષેત્ર સંબંધી વેદના છે.
શીતવેદના- નરકમાં સહન કરવી પડતી ઠંડીનો આછો ખ્યાલ આપણને આવે એ માટે શાસમાં સુંદર ઉપમાથી નરકની ઠંડીનું વર્ણન કર્યું છે. પોષ માસની રાત્રિ હોય, આકાશ વાદળરહિત હોય, શરીરને કંપાવે તેવો સુસવાટા મારતો પવન વાતો હોય, આ સમયે કોઈ માણસ હિમપર્વતના અત્યંત ઉપરના ભાગમાં બેઠો હોય, ચારે બાજુ જરા પણ અગ્નિ ન હોય, ચોતરફ જગ્યા ખુલી હોય, તેના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય, આ સમયે તે માણસને ઠંડીનું દુઃખ જેટલું હોય તેથી અનંતગણું દુઃખ નરકવાસમાં ૧. નરકમાં માંસ વગેરે હોતું નથી, પણ માંસ વગેરે જેવા પૃથ્વીના પરિણામ હોય છે.