________________
અ૦ ૩ સૂ૦ ૩] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૧૨૩ હોય છે. ત્રીજી પૃથ્વીમાં ઉપરના ભાગમાં આવેલા નારકોને કાપો અને નીચેના ભાગમાં આવેલા નારકોને નીલ લેગ્યા હોય છે. ચોથી નરકના જીવોમાં નીલ ગ્લેશ્યા હોય છે. પાંચમી નરકમાં ઉપરના ભાગના જીવોમાં નીલ અને નીચેના ભાગના જીવોમાં કૃષ્ણ લેશ્યા હોય છે. છઠ્ઠી તથા સાતમી નરકમાં કૃષ્ણ લેશ્યા હોય છે. પણ છઠ્ઠીથી સાતમી પૃથ્વીમાં વધારે અશુભ હોય છે.
પ્રશ્ન- નરકમાં સમ્યક્ત્વ પામેલા તથા નવીન સમ્યકત્વ પામનારા જીવો પણ હોય છે. તેમની વેશ્યા શુભ હોય છે. તો આ સૂત્ર સાથે વિરોધ નહિ આવે ?
ઉત્તર- ના. લેગ્યાના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદો છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યાને આશ્રયીને અશુભલેશ્યા હોય એમ પ્રતિપાદન કર્યું છે. ભાવલેશ્યા તો નરકના જીવોમાં છએ હોય છે. અથવા અહીં અશુભલેશ્યાનું પ્રતિપાદન બહુલતાને આશ્રયીને હોય એમ પણ સંભવે છે. શુભલેશ્યાવાળા જીવો કરતાં અશુભલેશ્યાવાળા જીવો વધારે છે. આ દૃષ્ટિએ ટીકામાં બતાવવામાં આવેલ “૩ાપરે ચિત્ત-નારા પર તરવા સંમત્તિ, સર્વિતિષ - નારકોમાં સમ્યક્ત્વની પ્રતિપત્તિ હોવાથી એ વેશ્યા હોય છે. એ મતાંતરનું પણ સમાધાન થઈ જાય છે.
(૨) અશુભ પરિણામ-નરકમાં પુદ્ગલોનો પરિણામ અત્યંત અશુભ હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ એ દશ પ્રકારનો પુદ્ગલ પરિણામ અશુભ છે.
બંધન- શરીર આદિ સાથે સંબંધમાં આવતા પુદ્ગલો અત્યંત અશુભ હોય છે. ગતિ– અપ્રશસ્તવિહાયોગતિ નામકર્મનો ઉદય હોવાથી નારકોની ગતિ ઊંટ આદિની જેવી અપ્રશસ્ત હોય છે. સંસ્થાન- જીવોની તેમ જ ભૂમિની આકૃતિ જોનારને ઉગ ઉત્પન્ન થાય તેવી હોય છે. ભેદ– શરીર, ભીંત વગેરેમાંથી ખરતા પુદ્ગલો અત્યંત અશુભ પરિણામવાળા બને છે. વર્ણ–સર્વત્ર અંધકાર છવાયેલો રહે છે. તળીયાનો ભાગ શ્લેષ્મ આદિ અશુચિ પદાર્થથી લેપાયેલો હોય તેવો દેખાય છે. દરેક પદાર્થનો વર્ણ ત્રાસ ઉપજાવે તેવો અતિશય કૃષ્ણ હોય છે. ગંધ-નરકની ભૂમિઓ ઝાડો, પેશાબ, લોહી,