________________
૧૨૧
અ૦ ૩ સૂ૦૨] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વી વચ્ચેનું અંતર અસંખ્યાત કોડાકોડિ યોજન છે. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં અનુક્રમે ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ પ્રતરો આવેલા છે. પ્રતિરો ( પ્રસ્તરો) માળવાળા મકાનના ઉપરના ભાગમાં આવેલા તળિયા સમાન હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯૯૯૫ અને ૫ નરકાવાસો છે.
પ્રથમ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવામાં આવે છે. બીજી પૃથ્વીમાં શર્કરાનીકાંકરાની મુખ્યતા હોવાથી તેને શર્કરામભા કહેવામાં આવે છે. ત્રીજી પૃથ્વીમાં રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. ચોથી પૃથ્વીમાં કાદવ ઘણો હોવાથી તેનું પંતપ્રભા નામ છે. પાંચમી પૃથ્વીમાં ધુમાડો બહુ હોવાથી તે ધૂમપ્રભા તરીકે ઓળખાય છે. છઠ્ઠી પૃથ્વીમાં તમત્રઅંધકાર વિશેષ હોવાથી તે તમ પ્રભા તરીકે ઓળખાય છે. સાતમી પૃથ્વીમાં અતિશય અંધકાર હોવાથી તેને તમતમપ્રભા કહેવામાં આવે છે. દરેક પૃથ્વીમાં ઘનોદધિની જાડાઈ વીસ હજાર યોજન છે. ઘનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચે નીચેની પૃથ્વીમાં ઘનવાન અને તનુવાતની જાડાઈ અધિક અધિક છે.
પ્રશ્ન- વાયુ બીજે ક્યાંય ગયા વિના સદા પાણીને ધારણ કરી રાખે છે, પાણી પણ ક્યાંય ફેલાયા વિના પૃથ્વીને ધારણ કરી રાખે છે, અને પૃથ્વીઓનો પાણીમાં પ્રલય થતો નથી. આ રીતે અનાદિ કાળથી સદા સતત રહેવામાં કારણ શું છે?
ઉત્તર– આમ રહેવામાં લોકસ્થિતિ=લોકાનુભાવ જ કારણ છે. (૧) નરકાવાસોનું વર્ણન તાનું નાale | ૨-૨ રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીમાં નરકો=નરકાવાસો આવેલા છે.
રત્નપ્રભા આદિ દરેક પૃથ્વીની જેટલી જાડાઈ છે તેમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને બાકીના ભાગમાં નરકો છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦000 યોજન છે. તો ઉપરના એક હજાર યોજન તથા નીચેના એક હજાર યોજન છોડીને મધ્યના ૧૭૮૦૦૦ યોજનમાં