________________
૧૧૫
અo ર સૂ૦ પર શ્રીતત્ત્વાધિગમસૂત્ર કહ્યું તું મારા સ્પર્શને સહન નહિ કરી શકે. પુત્રને એના ઉપર વિશ્વાસ ન થયો. આથી ખાતરી કરાવવા માટે તેણીએ પુત્ર સમક્ષ ઘોડાને સ્પર્શ કર્યો. ગરમીથી ઘોડાનું શરીર અગ્નિથી મીણ ઓગળે તેમ ઓગળવા લાગ્યું. થોડી જ વારમાં અશ્વ મૃત્યુ પામ્યો.
આહારથી મૃત્યુનું દૃષ્ટાંત– સંપ્રતિ મહારાજાનો પૂર્વભવનો ભિખારી જીવ આહાર માટે દીક્ષા લઇ અધિક ભોજન કરવાથી મૃત્યુ પામ્યો.
નિમિત્ત, વેદના, પરાઘાત અને શ્વાસોચ્છવાસથી મૃત્યુ પામ્યાનાં દૃષ્ટાંતો જગતમાં ઘણાં જ બનતાં હોવાથી સુપ્રસિદ્ધ છે.
આ સાત ઉપક્રમોથી આયુષ્યની સ્થિતિનો હ્રાસ થવાથી જલદી મૃત્યુ થાય છે. જેમ કે-કોઈ જીવનું આયુષ્ય ૧૦૦ વર્ષનું છે, અર્થાત્ આયુષ્યની સ્થિતિ ૧૦૦ વર્ષની છે, પણ તે આયુષ્ય અપવર્ય હોવાથી ૭૫ વર્ષ થતાં સર્પદંશ આદિ કોઈ ઉપક્રમ લાગવાથી બાકીનું સઘળું આયુષ્ય (બાકીની સ્થિતિમાં રહેલા આયુષ્યના દલિકો) અંતર્મુહૂર્તમાં જ ભોગવાઈ જાય છે. તેથી તેનું મૃત્યુ થાય છે. અહીં ૨૫ વર્ષની સ્થિતિનો હ્રાસ થઈ ગયો. આ પ્રમાણે આયુષ્યની અપવર્તન થવાનું કારણ એ છે કે આયુષ્યના બંધ વખતે આયુષ્યકર્મનાં દલિકોનો બંધ શિથિલ થયો હોય છે.
જે આયુષ્યકર્મનો બંધ ગાઢ=મજબૂત થયો હોય એ આયુષ્યની સ્થિતિનો હ્રાસ ન થઈ શકે. જે આયુષ્યની સ્થિતિનો હ્રાસ ન થઈ શકે તે આયુષ્ય અનપવર્ય કે અનપવર્તનીય કહેવાય છે. અનપવર્તનીય આયુષ્યના બે ભેદ છે. સોપક્રમ અને નિરુપક્રમ. જે આયુષ્યને વિષ આદિ બાહ્ય કે ભય આદિ અત્યંતર ઉપક્રમો પ્રાપ્ત થાય તે સોપક્રમ અનાવર્તનીય આયુષ્ય. જે આયુષ્યને ઉપક્રમો પ્રાપ્ત ન થાય તે નિષ્પક્રમ અનપવર્તનીય આયુષ્ય. ઉપક્રમ પ્રાપ્ત થાય કે ન થાય પણ અનપવર્તનીય આયુષ્યની સ્થિતિનો હ્રાસ થાય જ નહિ.
આ સૂત્રમાં ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યવર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય છે એમ જણાવ્યું છે. એ જીવોમાં ઔપપાતિક અને અસંખ્યવર્ષ આયુષ્યવાળા જીવોનું નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય હોય છે. ચરમદેહી અને ઉત્તમ પુરુષોનું નિરુપક્રમ અને સોપક્રમ એમ બંને પ્રકારનું અનાવર્તનીય આયુષ્ય હોય છે.