SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અવર સૂપર નિમિત્ત. અપવર્તના એટલે આયુષ્યની સ્થિતિનો હાસ. જે આયુષ્યની સ્થિતિનો હ્રાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય છે. ઉપક્રમના અત્યંતર અને બાહ્ય એ બે ભેદ છે. તેમાં અધ્યવસાન અભ્યતર ઉપક્રમ છે. નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસોચ્છવાસ એ છ બાહ્ય ઉપક્રમ છે. અધ્યવસાનના રાગ, સ્નેહ અને ભય એ ત્રણ ભેદ છે. રાગથી મૃત્યુનું દૃષ્ટાંત રૂપવાન યુવાનને એક યુવતીએ પીવા પાણી આપ્યું. તેના રૂપમાં યુવતી મુગ્ધ બની. યુવાન પાણી પીને ત્યાંથી ચાલતો થયો. યુવતી જતા યુવાનને એકીટશે જોઈ રહી. જયાં સુધી યુવાન દેખાયો ત્યાં સુધી યુવતીએ યુવાન તરફ જ દષ્ટિ રાખી. જયારે યુવાન દેખાતો બંધ થયો ત્યારે હાય ! એ યુવાન સાથે મારો યોગ નહિ થાય... આમ વિચારતી તે મૃત્યુ પામી. | સ્નેહથી મૃત્યુનું દષ્ટાંત- સાર્થવાહ પરદેશથી લાંબા કાળે સ્વઘરે આવી રહ્યો હતો. આ અવસરે તેના મિત્રોએ એ ઘરે પહોંચે એ પહેલાં એની સ્ત્રીના પ્રેમની પરીક્ષા કરવા તેણીને તમારો સ્વામી મૃત્યુ પામ્યો છે એવા સમાચાર આપ્યા. સમાચાર સાંભળતા જ સાર્થવાહની સ્ત્રી મૃત્યુ પામી. સાર્થવાહ ઘરે આવ્યો. પત્નીના મૃત્યુની વાત સાંભળીને તે જ ક્ષણે એ પણ મૃત્યુ પામ્યો.' ભયથી મૃત્યુનું દષ્ટાંત- ગજસુકુમાર મુનિનો ઘાત કરનાર સોમિલ બ્રાહ્મણ મુનિનો ઘાત કરીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કૃષ્ણ મહારાજને જોતાં આ મને મારી નાખશે એવા ભયથી મૃત્યુ પામ્યો. નિમિત્ત-વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે. આહાર અધિક આહાર, કુપથ્ય આહાર વગેરે. વેદનામસ્તકશૂળ વગેરે. પરાઘાત–પડી જવું વગેરે. સ્પર્શ–ઝેરી જંતુ, વિષકન્યા, ઝેરી સર્પ આદિનો સ્પર્શ. શ્વાસોચ્છવાસ–દમ આદિના કારણે શ્વાસોચ્છવાસ ઝડપથી ચાલે અથવા ગભરામણ આદિથી શ્વાસોચ્છવાસ અટકી જાય. સ્પર્શથી મૃત્યુનું દૃષ્ટાંત– બ્રહ્મદત્ત ચક્રવર્તીના મૃત્યુ પછી તેના પુત્ર બ્રહ્મદત્તની સ્ત્રી (સ્ત્રીરત્ન) પાસે વિષય સુખની માંગણી કરી. તેણીએ પુત્રને ૧. રૂ૫ વગેરે વિષયના આકર્ષણથી થતો પ્રેમ એ રાગ અને રૂપ વગેરે વિષયના આકર્ષણ વિના સામાન્યથી પ્રેમ એ સ્નેહ છે. રૂપાદિથી સ્ત્રી વગેરે પ્રત્યે થતો પ્રેમ એ રાગ, અને પુત્રાદિ ઉપર થતો પ્રેમ એ સ્નેહ છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy