________________
૨૦ ૨ ૦ ૪૭-૪૮-૪૯] શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૧૧
આધ=ઔદારિક શરીર ગર્ભથી અને સંમૂર્છાનથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ ગર્ભજ અને સંમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર હોય છે.
પૂર્વે ત્રણ પ્રકારના જન્મ જણાવ્યા છે. તેમાંથી ગર્ભ અને સંમૂઈન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદારિક શરીર હોય છે. ગર્ભજ અને સંમૂર્ણિમ જીવોને ઔદારિક શરીર જ હોય એવો નિયમ નથી. કારણ કે અન્ય કાર્યણ વગેરે શરીરો પણ હોય છે. પણ ઔદારિક શરીર ગર્ભજ અને સંમૂર્ણિમ પ્રાણીઓને જ હોય એવો નિયમ છે. (૪૬)
વૈક્રિય શરીરનાં કારણો– વૈવિૌપપાતિમ્ ॥ ૨-૪૭ ॥
નધ્ધિપ્રત્યયં ૪ ॥ ૨-૪૮ ॥
વૈક્રિય શરીર ઔપપાતિક છે.
લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે.
વૈક્રિય શરીર ઔપપાતિક છે, અર્થાત્ ઉપપાત રૂપ નિમિત્તથી થાય છે. દેવ તથા નારકોને ઔપપાતિક=ઉપપાત રૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. ઔપપાતિક વૈક્રિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવધારણીય જન્મથી જીવન પર્યંત હોય છે. ઉત્તર વૈક્રિય જ્યારે ઇચ્છા થાય ત્યારે બનાવે છે. (૪૭)
લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને અને વાયુકાયના જીવોને લબ્ધિપ્રત્યય–લબ્ધિરૂપ નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોને તપના સેવનથી લબ્ધિ ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવોને સ્વાભાવિકપણે લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૪૮)
આહારક શરીરના સ્વામી–
शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥ २-४९ ॥ આહારક શરીર ચૌદ પૂર્વધર મુનિને જ હોય છે. આ શરીર શુભ, અત્યંત વિશુદ્ધ અને અપ્રતિઘાતી હોય છે.
મનમાં સંશય ઉત્પન્ન થતાં તેના સમાધાન માટે કે તીર્થંકરની ઋદ્ધિ જોવાની ઇચ્છા થતાં તીર્થંકરની પાસે જવા ચૌદ પૂર્વધર મુનિ એક હાથનું શુદ્ધ