________________
૧૧૦
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૨ સૂ૦૪૬ પગ વગેરે અવયવોથી અને મન-વચનથી રહિત છે. તથા કર્મના ફળનો અનુભવ અને કર્મનિર્જરા એ બે જેમ ઔદારિક આદિ શરીરથી વ્યક્ત રૂપે થાય છે તેમ કાર્મણ શરીરથી થતા નથી. આમ કાર્મણ શરીરથી સુખદુઃખના ફળનો અનુભવ વગેરે ચાર ન થવાથી તે ઉપભોગરહિત છે. અહીં એટલું ખ્યાલ રાખવું જરૂરી છે કે કાશ્મણશરીરથી ઉક્ત રીતે વિશિષ્ટરૂપે= વ્યક્તરૂપે સુખ-દુઃખનો અનુભવ વગેરે ન થાય, પણ સામાન્ય રૂપે=અવ્યક્ત રૂપે તો એ ચારે હોય. કારણ કે અપાંતરાલ ગતિમાં પણ કર્મનો ઉદય હોય છે અને મિથ્યાત્વ આદિ નિમિત્તક કર્મબંધ પણ હોય છે. તેમ જ ભોગવાયેલ કર્મની અકામનિર્જરા પણ હોય છે. અન્ય શરીરો સોપભોગsઉપભોગ સહિત છે, અર્થાત્ ઔદારિકાદિ શરીરથી સુખ-દુઃખનો અનુભવ, વિશિષ્ટ પ્રકારે કર્મબંધ, કર્મના ફળનો અનુભવ અને કર્મની નિર્જરા થાય છે.
પ્રશ્ન-દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરને દ્રવ્ય ઇન્દ્રિયો હોવાથી તેમના દ્વારા ઉપભોગ થઈ શકે એ બરોબર છે. પણ તૈજસ શરીર દ્રવ્યઇન્દ્રિયોથી રહિત હોવાથી તેના દ્વારા ઉપભોગ કેવી રીતે થાય ?
ઉત્તર– ખોરાકનું પાચન અને ઉષ્ણ તેજોલેશ્યા કે શીત તેજોવેશ્યાનો પ્રાદુર્ભાવ વગેરે તૈજસ શરીર દ્વારા થાય છે. તૈજસ શરીરની શક્તિ બરોબર હોય તો પાચનશક્તિ સારી રહે છે. એથી સુખનો અનુભવ થાય છે. તૈજસ શરીરની શક્તિનો હ્રાસ થતાં પાચનશક્તિ નબળી બનવાથી દુઃખનો અનુભવ થાય છે. અન્ય જીવ ઉપર શીત તેજલેશ્યા મૂકી ઉષ્ણ તેજોલેશ્યાથી રક્ષણ કરવા દ્વારા અથવા શત્રુ ઉપર ઉષ્ણ તેજોવેશ્યા મૂકી દુઃખી કરવા દ્વારા જીવ આનંદનો અનુભવ કરે છે. એ પ્રમાણે અન્ય ઉપર શીત કે ઉષ્ણ તેજોવેશ્યા મૂકતાં તેની અસર ન થાય તો દુઃખ અનુભવે છે. તથા તેજોવેશ્યા દ્વારા અન્ય ઉપર શાપ કે અનુગ્રહ કરવાથી પાપ યા પુણ્યકર્મનો બંધ, શુભાશુભ કર્મનો અનુભવ તથા નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે તૈજસ શરીરથી પણ સુખદુઃખનો અનુભવ, કર્મબંધ, કર્મનો અનુભવ તથા કર્મનિર્જરા થાય છે. આથી તૈજસ શરીર પણ સોપભોગ છે. (૪૫)
ઔદારિક શરીરનાં કારણોજર્મસંમૂછનામામ્ ર-૪૬