________________
૨૦ ૨ સૂ૦ ૪૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૯
સિવાય અન્ય કોઇ જીવમાં ન હોય. યદ્યપિ કેવળ વૈક્રિય શરીર રચવાની શક્તિ અન્ય જીવોમાં હોઇ શકે છે, પણ વૈક્રિય અને આહા૨ક એ બંને શરીરને રચવાનું સામર્થ્ય તો કેવળ ચૌદ પૂર્વધર મુનિઓમાં જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત=પ્રમાદયુક્ત હોય છે. વૈક્રિય શરીરની રચના બાદ પણ જ્યાં સુધી તેનો ઉપભોગ થાય ત્યાં સુધી તે મુનિ પ્રમત્ત જ હોય છે. ચૌદ પૂર્વધર મુનિ જ્યારે આહારક શરીરની રચના કરે છે ત્યારે પ્રમત્ત હોય છે. પણ રચના થયા બાદ તેના ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે. આથી ચૌદ પૂર્વધર મુનિ વૈક્રિયના ઉપભોગ કાળે પ્રમત્ત અને આહારકના ઉપભોગ કાળે અપ્રમત્ત હોય છે. એટલે એ સિદ્ધ થયું કે ચૌદ પૂર્વધર મુનિ જ્યારે પ્રમત્ત હોય ત્યારે વૈક્રિય શરીરનો ઉપભોગ હોઇ શકે પણ આહારક શરીરનો ઉપભોગ ન હોઇ શકે. તેમ અપ્રમત્ત હોય ત્યારે આહારક શરીરનો ઉપભોગ હોઇ શકે પણ વૈક્રિય શરીરનો ઉપભોગ ન હોઇ શકે. આમ ચૌદ પૂર્વધર મુનિમાં બંને પ્રકારના શરીરની લબ્ધિ હોઇ શકે છે, પણ એક સાથે બંનેનો ઉપભોગ ન હોઇ શકે. આથી વૈક્રિય અને આહારક શરીર એક જીવમાં એક સાથે ન હોઇ શકે. (૪૪) શરીરોનું પ્રયોજન—
નિરુપમો મન્ત્યમ્ ॥ ૨-૪૬ ॥
અંત્ય=કાર્માણ શરીર ઉપભોગ રહિત છે.
અહીં ઉપભોગ શબ્દથી સુખ-દુઃખનો અનુભવ, કર્મબંધ, કર્મફળનો અનુભવ અને કર્મનિર્જરા એ ચાર વિવક્ષિત છે. પરભવ જતાં અપાંતરાલ ગતિમાં `એકલું કાર્યણ શરીર હોય છે. આ વખતે કાર્યણ શરીરથી સુખદુઃખ અનુભવાદિ ચાર થતા નથી. જેમ ઔદારિક આદિ શરીરથી ઇન્દ્રિયો અને વિષયના સંપર્કથી સુખ-દુઃખનો વ્યક્ત રૂપે અનુભવ થાય છે, તેમ કાર્યણ શરીરથી સુખ-દુઃખનો અનુભવ થતો નથી. કારણ કે કાર્યણ શરીર ઇન્દ્રિયોથી રહિત છે. જેમ ઔદારિક આદિ શરીરથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ આદિ વ્યાપારથી મન-વચન-કાયાથી વ્યક્ત રૂપે કર્મબંધ થાય છે, તેવી રીતે કાર્મણ શરીરથી કર્મબંધ થતો નથી. કારણ કે કાર્મણ શરીર હાથ
૧. જો કે તૈજસશરીર પણ હોય છે. તો પણ સુખ-દુઃખનો અનુભવ વગેરે કાર્પણ શ૨ી૨થી જ થાય છે. અપાંતરાલ ગતિમાં સુખ-દુઃખનો અનુભવ વગેરે પણ થતું નથી એ બતાવવા આ સૂત્ર છે. માટે અહીં એકલું કાર્યણ શરીર હોય એમ ઉલ્લેખ કર્યો છે.