________________
અ૦ ૨ સૂ૦ ૩૭]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૦૫
સ્થૂલ હોય છે. દેવ અને ના૨ક સિવાય સર્વ જીવોનું મૂળ શરીર ઔદારિક હોય છે. આથી દેખાતું આ આપણું શરીર ઔદારિક છે.
(૨) વૈક્રિય— જે શરીર નાનામાંથી મોટું, મોટામાંથી નાનું, એકમાંથી અનેક, અનેકમાંથી એક એમ વિવિધ સ્વરૂપે બનાવી શકાય તે વૈક્રિય. આ શરીરના બે ભેદ છે. ભવપ્રત્યય અને લબ્ધિપ્રત્યય. દેવ અને નારકના જીવોને ભવપ્રત્યય=ભવના કારણે જ વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા કોઇ મનુષ્ય કે તિર્યંચને લબ્ધિ પ્રત્યય શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા જીવો જ્યારે ઇચ્છા થાય ત્યારે આ શરીરની રચના કરે છે. લબ્ધિ એટલે આત્મિક શક્તિ. પ્રત્યય એટલે નિમિત્ત. ઇચ્છા થતાં આત્મસામર્થ્યથી જે વિવિધ પ્રકારે બનાવી શકાય તે લબ્ધિપ્રત્યય, અને ઇચ્છા વિના જ કેવળ તેવા પ્રકારના ભવથી જ જે વિશિષ્ટ શરીર મળે તે ભવપ્રત્યય.
(૩) આહારક– સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરી૨. ચૌદ પૂર્વધરો એક હાથ પ્રમાણ સૂક્ષ્મ અને દિવ્ય શરીર બનાવીને તે શરીરને તીર્થંકરની ઋદ્ધિ જોવા અથવા તીર્થંકરોને પ્રશ્ન પૂછવા મોકલે છે. ચૌદ પૂર્વધર દરેક મુનિ આ શરીર ન બનાવી શકે. જેમને આહારકલબ્ધિ પ્રાપ્ત થઇ હોય તે જ મુનિ આ શરીર બનાવી શકે. પણ આહા૨કલબ્ધિ ચૌદ પૂર્વધર મુનિને જ પ્રાપ્ત થાય, તે સિવાય કોઇને પ્રાપ્ત ન થાય એ નિયમ છે.
(૪) તૈજસ— ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર તૈજસ. આપણા શરીરમાં અને જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે પણ એક જાતનું શરીર છે. તેને તૈજસ શરીર કહેવામાં આવે છે. જો આ શરીર ન હોય તો આપણે ખોરાકને પચાવી જ ન શકીએ અને આપણા શરીરમાં ગરમી પણ ન ટકી શકે. મૃત્યુ થતાં આ શરીર ન હોવાથી શરીર ઠંડું પડી જાય છે. આ શરીર નિર્બલ હોય તો ખોરાક પાચનની શક્તિ મંદ થઇ જાય છે. તૈસ શરીરના સહજ અને લબ્ધિ પ્રત્યય એમ બે ભેદ છે. ખાધેલા ખોરાકને પચાવવામાં કારણભૂત શરીર સહજ તૈજસ શરીર છે. આ શરીર સંસારી સર્વ પ્રાણીઓને હોય છે. વિશિષ્ટ તપ આદિથી ઉત્પન્ન થતી તેોલબ્ધિ (તેજોલેશ્યા) લબ્ધિપ્રત્યય તૈજસ શરીર છે. તેના ઉષ્ણ અને શીત એમ બે