________________
શ્રીતત્ત્વાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૩૭
ઉત્તર– હોર્મોનના ઇન્જેકશનથી ઉત્પન્ન થતા ઇંડામાં જીવ હોય છે. કારણ કે આ જ અધ્યાયના ૩૪મા સૂત્રમાં ઈંડામાંથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ અંડજ છે એમ કહેવામાં આવ્યું છે. જેવી રીતે મનુષ્યનો જીવ ગર્ભમાં આવે ત્યારે પ્રારંભમાં તેની કલલ (પ્રવાહી સ્વરૂપ), અર્બુદ (કાંઇક ઘટ્ટ), પેશી (વિશેષ ઘટ્ટ) વગેર અવસ્થા હોય છે. પછી ક્રમશઃ સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયવાળો બને છે. તેવી રીતે ઇંડું પણ પંચેન્દ્રિય તિર્યંચ જીવની એક અવસ્થા છે. આથી મરઘા-મરઘીના સંયોગ વિના પણ ઉત્પન્ન થતા ઇંડાં જીવ સ્વરૂપ છે. આથી મરઘીના ઇંડાના સેવનથી પંચેન્દ્રિય જીવની હત્યાનું મહાન પાપ લાગે. દયાળુ જીવ પ્રાણના ભોગે પણ આવા ઈંડા ખાવાનું પસંદ ન કરે.
પ્રશ્ન—મરઘા-મરઘીના સંયોગ વિના ઉત્પન્ન થતાં ઇંડા ગર્ભજ પંચેન્દ્રિય છે કે સંમૂર્ણિમ પંચેન્દ્રિય ? આ શંકા થવાનું કારણ એ છે કે સ્ત્રીની યોનિમાં શુક્ર-શોણિતના પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર બનાવવું તે ગર્ભજ જન્મ છે. પ્રસ્તુતમાં ઈંડાં શુક્ર-શોણિતના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ઉત્પન્ન થાય છે.
ઉત્તર– શુક્ર-શોણિતના પુદ્ગલો ઉપલક્ષણ છે. તેથી યોનિની બહારથી આવેલા શુક્ર-શોણિતના જેવા (=શરીર બનાવવાને લાયક હોય તેવા) બીજા પુદ્ગલોને પણ ગ્રહણ કરીને શરીરરૂપ બનાવે તે પણ ગર્ભજ જન્મ કહેવાય. અહીં તાત્પર્ય આ પ્રમાણે છે—યોનિના (ઉત્પત્તિ સ્થાનમાં રહેલા) પુદ્ગલોને જ ગ્રહણ કરીને શરીર બનાવે તે સંમૂર્ણિમ જન્મ. યોનિની બહારથી યોનિમાં આવેલા (શરીર બનાવવાને લાયક) પુદ્ગલોને ગ્રહણ કરીને શરીરરૂપે બનાવે તે ગર્ભજ જન્મ. ઇન્જેકશનથી જે હોર્મોન અપાય છે તે યોનિની બહારથી યોનિમાં આવેલા હોવાથી મરઘા-મરઘીના સંયોગ વિના ઉત્પન્ન થતા ઇંડા ગર્ભજ છે. આ વિષે વિશેષ હકીકત અનુભવી ગીતાર્થ ગુરુભગવંતો પાસેથી જાણી લેવી. (૩૬) શરીરના ભેદો–
૧૦૪
ઔવારિ-વૈયિ-ડઽહાર-તૈનમ
कार्मणानि शरीराणि ॥ २-३७ ॥
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ એમ પાંચ શરીરો છે.
(૧) ઔદારિક ઉદાર એટલે સ્થૂલ. ઉદાર પુદ્ગલોથી બનેલું શરીર
ઔદારિક, ઔદારિક શરીરના પુદ્ગલો અન્ય સર્વ શરીરના પુદ્ગલોથી વધારે