________________
૧૦૩
અવર ૩૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
સંમૂછન જન્મ કોને હોય છે તેનું પ્રતિપાદનશેષા સંપૂનમ્ | ર-રૂદ છે બાકીના જીવોને સંપૂર્ણન જન્મ હોય છે.
ઉપરના બે સૂત્રોમાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો તથા નારક-દેવોના જન્મનું પ્રતિપાદન થઈ ગયું છે. તેથી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યો શેષ રહે છે.
પ્રશ્ન- તીડ, માખી, વીંછી વગેરે જીવોમાં મૈથુનનું સેવન જોવામાં આવે છે. આથી તેમનો જન્મ ગર્ભ રૂપ હોવો જોઈએ. જ્યારે અહીં તેમનો સમૂઈન જન્મ હોય તેમ જણાવ્યું છે તેનું શું કારણ ?
ઉત્તર– તીડ આદિ પ્રાણીઓ મૈથુન સંજ્ઞાના સંસ્કારથી તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં નપુંસક અવસ્થા હોવાથી તેમને ગર્ભ નથી રહેતો. જેમ બે પુરુષો કે બે નપુંસકોને મૈથુન સેવન કરવા છતાં ગર્ભ નથી રહેતો તેમ. આથી તેમનો જન્મ ગર્ભરૂપ નહિ, કિન્તુ સંમૂછન રૂપ છે.
પ્રશ્ન– કીડીઓ, મધમાખી વગેરે પ્રાણીઓ ઇંડા મૂકતા જોવામાં આવે છે. આથી તેમનો ગર્ભ રૂપ જન્મ કેમ નહિ ?
ઉત્તર– કીડી આદિ જીવો જયાં રહેતા હોય છે ત્યાં તેમની આજુ-બાજુ તે જીવોના સૂક્ષ્મમળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જીવોની જાતના જીવો ઉત્પન્ન થાય છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવોના શરીરો પ્રારંભમાં અપક્વ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઇંડા જેવાં જણાય છે. બાદ તેમાંથી રૂપાંતરો થઈને આપણે જોઈએ છીએ તેવાં શરીરો થાય છે. જેમ મનુષ્યના મનમાં સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે તેમ અન્ય પ્રાણીના મળમાં તેમ જ આજુબાજુમાં રહેલ અન્ય મળમાં પણ સંમૂછિમ જીવો ઉત્પન્ન થાય છે. છતાં કોઈ જીવ માટે ગર્ભ જેવી સ્થિતિ બનતી હોય તો અલ્પતાના કારણે તેની અહીં વિવક્ષા ન કરી હોય એમ પણ સંભવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ આ વિષયના નિષ્ણાતો પાસેથી સમજી લેવું.
પ્રશ્ન- મરઘા-મરઘીના સંયોગ વિના હોર્મોનના ઇન્જકશનથી ઇંડાની ઉત્પત્તિ થાય છે. તેથી તેમાં જીવ ન હોય એમ આજે ઘણા માને છે તો આમાં
સત્ય શું છે ?