________________
૧૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦૨ સૂ૦ ૩૪-૩૫ નરકમાં અનેક જીવોની અપેક્ષાએ બંને પ્રકારની હોવાથી એ બે પૃથ્વીઓની અપેક્ષાએ મિશ્ર કહેલ છે. બાકીના જીવોને યથાસંભવ ત્રણ પ્રકારની યોનિ હોય છે.
(૩) સંવૃત, અસંવૃત અને મિશ્ર એ ત્રણ યોનિમાંથી કોને કઈ યોનિ હોય- દેવ-નારકો તથા એકેન્દ્રિયોને સંવૃત, વિકલેન્દ્રિય તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવોને વિવૃત, શેષ=ગર્ભજ તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યોને મિશ્ર યોનિ હોય છે. (૩૩)
કયા જીવોને ગર્ભ રૂપ જન્મ હોય છે તેનું નિરૂપણ– પરાધ્ધ3પોતગાનાં નર્મઃ |૨-૩૪ છે જરાયુજ, અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે.
જરાય એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લોહીનું પડલ (જાળ), અર્થાત્ જીવ ઉપર વીંટાયેલો ઓળનો પારદર્શક પડદો. જરાયથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ જરાયુજ કહેવાય છે. જેમ કે–મનુષ્ય, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ. અંડ એટલે ઇંડુ, ઇંડાથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ અંડજ કહેવાય છે. જેમ કે સર્પ, ચંદનઘો, પક્ષીઓ વગેરે. જે પ્રાણીઓ યોનિથી નીકળતાં જ ચાલવાની આદતવાળા હોય અને ગર્ભાશયમાં કોઈ પણ પ્રકારના આવરણથી રહિત હોય તે પોતજ કહેવાય છે. જેમ કે-હાથી. સસલાં, નોળિયાં વગેરે. (૩૪)
ઉપપાત જન્મ કયા જીવોને હોય છે તેનું નિરૂપણ– નવ-નવનામુપાતિઃ | ૨-૩૧ || નારક અને દેવોને ઉપપાત રૂપ જન્મ હોય છે.
દેવલોકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શપ્યાઓ હોય છે. જેમાંથી દેવો પોતાના શરીરની ઊંચાઈ, કાંતિ, યુવાવસ્થા વગેરે સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે. પુણ્યબળથી તેમને ગર્ભના દુઃખનો અનુભવ કરવો પડતો નથી. નારકોને ઉત્પન્ન થવા માટે કુંભીના આકારનાં સ્થાનો હોય છે. નારકો પણ દેવોની જેમ પોતપોતાની શરીરની ઊંચાઈ આદિ સાથે તૈયાર થઈને અંતર્મુહૂર્તમાં જન્મે છે, પણ પાપની પ્રબળતાથી તે વખતે તેમને અતિશય કષ્ટ થાય છે. (૩૫)