________________
અ૦ ૨ સૂ૦ ૨૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૭
સંસારી જીવોની વિગ્રહવાળી અને વિગ્રહવિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે. વિગ્રહવાળી ગતિ ત્રણ સમય સુધી હોય છે.
સંસારી જીવો વિગ્રહવાળી=વક્ર અને અવિગ્રહ=સરળ એમ બે પ્રકારની ગતિથી ભવાંતરમાં ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. વક્રગતિ ત્રણ હોય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં હોય ત્યારે જીવ કોઇ જાતના વળાંક વિના અવિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પણ જ્યારે ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનથી સમશ્રેણિમાં ન હોય ત્યારે જીવને કોઇ વખત એક, કોઇ વખત બે, કોઇ વખત ત્રણ વળાંકથી ગતિ કરવી પડે છે. જે ગતિમાં એક વળાંક આવે તે ગતિ એકવિગ્રહા કે એકવક્રા છે. જે ગતિમાં બે વળાંક આવે તે િિવગ્રહા કે દ્વિવક્રા ગતિ છે. જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહા કે ત્રિવક્રા છે. જીવને પરભવ જતાં વળાંક લેવા પડે છે તેનાં બે કારણો છે. એક કારણ એ છે કે જીવ કર્મને આધીન હોવાથી પોતાનાં કર્મ પ્રમાણે દિશા-વિદિશાઓમાં આડા-અવળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે. બીજું કારણ એ છે કે તેને આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે જ ગતિ કરવી પડે છે.આ બાબત ‘અનુત્રેષિ તિઃ' એ સૂત્રમાં આવી ગઇ છે.
જ્યારે જીવને ઊર્ધ્વલોકની પૂર્વદિશાના સ્થાનમાં મૃત્યુ પામીને અધોલોકની પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવું હોય તો પ્રથમ સમશ્રેણિમાં નીચે ઊતરવું પડે છે. પછી તે પશ્ચિમ દિશા તરફ વળીને ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આથી એકવક્રા ગતિ થાય છે. જો જીવને ઊર્ધ્વલોકના અગ્નિખૂણામાં મૃત્યુ પામી અધોલોકના વાયવ્ય ખૂણામાં ઉત્પન્ન થવાનું હોય તો, પ્રથમ સમયે સમશ્રેણિએ પશ્ચિમ દિશામાં આવે છે, બીજા સમયે અધોલોક તરફ વળીને સમશ્રેણિએ નીચે ઊતરે છે, ત્રીજા સમયે વાયવ્ય ખૂણા તરફ વળીને ઉત્પત્તિ સ્થાને પહોંચે છે.
ત્રસનાડીની બહાર રહેલ કોઇ જીવ ઊર્ધ્વલોકની દિશામાંથી ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે વળીને સમશ્રેણિએ અધોલોકમાં આવે, ત્રીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીની બહારની દિશામાં જાય, ચોથા સમયે વળીને સમશ્રેણિએ વિદિશામાં ઉત્પત્તિસ્થાને આવે. આ ગતિમાં ત્રણ વળાંક હોવાથી આ ગતિ ત્રિવક્રા છે.