________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૭-૨૮-૨૯
ઉત્તર– અવિગ્રહગતિ એક જ સમયની હોય છે. અર્થાત્ અવિગ્રહગતિથી જીવ એક જ સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પૂર્વે જે શરીર છોડ્યું તે શરીરના પ્રયત્નનો (યોગનો) વેગ એક સમય સુધી રહે છે. આથી એક સમયની અવિગ્રહગતિમાં ગતિ કરવા નવો પ્રયત્ન કરવો પડતો નથી=નવી સહાય લેવી પડતી નથી. પૂર્વ શરીરના પ્રયત્નના (યોગના) વેગથી જ ધનુષમાંથી છૂટેલા બાણની જેમ ઇષ્ટ સ્થાને પહોંચી જાય છે. અર્થાત્ અવિગ્રહગતિમાં જીવને પૂર્વભવના શરીરના યોગની સહાય હોય છે. (પ્રસ્તુત સૂત્રમાં ભાષ્યટીકાના આધારે.) (૨૬)
૯૬
આકાશમાં જીવની કે પુદ્ગલની ગતિ— અનુશ્રેણિ ગતિઃ ॥ ૨-૨૭ ॥
જીવ કે પુદ્ગલની ગતિ અનુશ્રેણિ=સીધી થાય છે.
છ પ્રકારના દ્રવ્યોમાં જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિશીલ છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યની ગતિ જો કોઇ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધી જ થાય છે. શ્રેણિ એટલે લાઇન=લીટી. અનુશ્રેણિ એટલે લીટી પ્રમાણે. લોકના મધ્ય ભાગથી ઉપર-નીચે અને આજુ-બાજુ આકાશપ્રદેશોની સીધી શ્રેણિઓ=રેખાઓ આવેલી છે. જેમ ગાડી પાટા ઉપર જ ચાલે છે તેમ જીવ કે પુદ્ગલ આકાશપ્રદેશની શ્રેણિ=રેખા ઉપર જ ચાલે છે. જીવ કે પુદ્ગલની વક્રગતિ પરપ્રયોગથી જ થાય છે. (૨૭)
સિદ્ધ જીવોની ગતિ–
અવિદ્યા નીવસ્થ ॥ ૨-૨૮ ॥
જીવની=સિદ્ધ થતા જીવની ગતિ સરળ જ હોય છે.
ભવાંતરમાં જતાં સંસારી જીવોની ઋજુ અને વક્ર એમ બંને પ્રકારની ગતિ હોય છે. આ વાત ગ્રંથકાર હવે પછીના સૂત્રમાં કહેશે. આથી અહીં જીવ શબ્દથી સંસારી જીવો નહિ, કિંતુ સિધ્યમાન–સિદ્ધ થતા જીવો સમજવાના છે. (૨૮)
સંસારી જીવોની ગતિ તથા વિગ્રહગતિનો કાળ–
विग्रहवती च संसारिणः प्राक् चतुर्भ्यः ॥ २-२९ ॥