________________
૯૮
શીતજ્વાધિગમસૂત્ર બિ૦૨ ૧૦૩૦ યદ્યપિ ચાર વળાંકવાળી ચતુર્વક્રા ગતિ પણ થાય છે, પણ તે કોઈક જીવોને ક્યારેક જ થતી હોવાથી અહીં વક્રગતિ ત્રણ જ કહી છે.
ત્રસ નાડીની બહાર રહેલ કોઈ જીવ ઊર્ધ્વલોકની વિદિશામાંથી ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે, પ્રથમ સમયે સમશ્રેણિએ ત્રસનાડીની બહાર જ વિદિશામાંથી દિશામાં આવે, બીજા સમયે વળીને સમશ્રેણિએ ત્રસનાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે વળીને અધોલોકમાં માવે, ચોથા સમયે વળીને ત્રસનાડીની બહાર આવે, અને પાંચમા સમયે વળીને વિદિશામાં ઉત્પત્તિસ્થાને પહોંચે. અહીં ચાર વળાંક આવવાથી આ ગતિ ચતુર્વક્રા છે. પણ આવું કવચિત જ બને છે.
ત્રસમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી ત્રસમાં, ત્રસમાંથી પુનઃ ત્રસમાં કે સ્થાવરમાંથી પુનઃ સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવોમાં એકવકા અને વિક્રા એ બે ગતિ સંભવે છે. ત્રણમાંથી સ્થાવરમાં, સ્થાવરમાંથી ત્રસમાં કે સ્થાવરમાંથી પુનઃ સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવમાં ત્રિવજા ગતિ પણ હોઈ શકે છે. સ્થાવરમાંથી સ્થાવરમાં ઉત્પન્ન થનાર જીવોમાં ચતુર્વક્રા ગતિ પણ હોઈ શકે.'
એકવક્ર ગતિ બે સમયની, દ્વિવક્રા ગતિ ત્રણ સમયની, ત્રિવક્રા ગતિ ચાર સમયની અને ચતુર્વક્રા ગતિ પાંચ સમયની હોય છે. કારણ કે દરેક પ્રકારની વક્રગતિમાં પ્રથમ સમયની ગતિ તો અવક્ર જ હોય છે. આ સૂત્રની સમજ માટે યંત્રમાં બતાવેલી આકૃતિ જુઓ. (૨૯)
અવિગ્રહગતિનો કાળएकसमयोऽविग्रहः ॥२-३० ॥ અવિગ્રહ=સરળ ગતિનો કાળ એક સમય છે.
જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં જીવ એક સમયમાં પહોંચી જાય તો તે અવિગ્રહગતિથી જ જાય છે. જે ઉત્પત્તિસ્થાને જવામાં એકથી વધારે સમય લાગે તો પણ પ્રથમ સમયમાં અવિગ્રહગતિ જ હોય છે. બાકીના સમયમાં વિગ્રહગતિ હોય છે. કારણ કે બીજા સમયથી વળાંક શરૂ થઈ જાય છે. વળાંક વળતાં આનુપૂર્વી નામકર્મનો ઉદય થાય છે. આ કર્મ જેમ બળદને નાથ ૧. ચતુર્વ ગતિ ક્યારેક જ થતી હોવાથી સૂત્રમાં તેનો નિર્દેશ કર્યો નથી.