________________
અ૦ ૨ સૂ૦ ૨૪-૨૫] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૯૩ પ્રકારના જીવોને એક ઇન્દ્રિય (સ્પર્શન ઇન્દ્રિયો હોય છે. આથી તેમને એકેન્દ્રિય કહેવામાં આવે છે. (૨૩).
બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયો કોને હોય તેનું નિરૂપણ कृमि-पिपीलिका-भ्रमर-मनुष्यादीनामेकैकवृद्धानि॥२-२४॥
કૃમિ, શંખ, છીપ, જળો વગેરે જીવોને બે ઈન્દ્રિયો હોય છે. કીડી, મંકોડા, માકડ, કુંથુઆ, કાષ્ઠના કીડા વગેરે જીવોને ત્રણ ઇન્દ્રિયો હોય છે. ભ્રમર, માખી, મચ્છર, વીંછી, પતંગિયાં વગેરે જીવોને ચાર ઇન્દ્રિયો હોય છે. દેવ, નારક, મનુષ્ય તથા પશુ, પક્ષી, જલચર વગેરે તિર્યંચોને પાંચ ઇન્દ્રિયો હોય છે.
બે ઇન્દ્રિયોવાળા પ્રાણી બેઈન્દ્રિય કહેવાય છે. એ પ્રમાણે તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિષે પણ જાણવું.
પ્રશ્ન- એક ઇન્દ્રિય હોય તેને એકેન્દ્રિય કહેવાય વગેરે નિયમ દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે કે ભાવેન્દ્રિયની અપેક્ષાએ ?
ઉત્તર- જીવોમાં એકેન્દ્રિય આદિ તરીકેનો વ્યવહાર દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ છે. ભાવ ઇન્દ્રિયો દરેક પ્રાણીને પાંચ હોય છે. (વિ.આ.ભા. ગા.૨૯૯૯) પણ દ્રવ્ય ઇન્દ્રિયના અભાવે તે તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન થતું નથી. આથી દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ કહેવામાં આવે છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયનું વર્ણન આ જ અધ્યાયમાં ૧૭મા અને ૧૮મા સૂત્રમાં આવી ગયું છે. (૨૪)
કયા જીવો મનસહિત હોય છે તેનું નિરૂપણ... સંપત્તિના સમનવI: | ૨-૨ | સંજ્ઞી જીવો સમનસ્ક=મનવાળા હોય છે.
પૂર્વે “સમનાગમન: એ (૧૧મા) સૂત્રમાં સંસારી જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે એમ જણાવ્યું હતું. આથી કયા પ્રાણીઓ મનવાળા હોય અને કયા પ્રાણીઓ મન વિનાના હોય એ પ્રશ્ન ઊઠે એ સહજ છે. આ પ્રશ્નનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. સંજ્ઞી જીવો મનવાળા હોય છે. આથી અસંજ્ઞી જીવો મન રહિત હોય છે એ પણ સિદ્ધ થાય છે.