________________
૯૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૨ સૂ૦ ૨૬ જેમને સંજ્ઞા હોય છે તે જીવો સંજ્ઞી છે. સંજ્ઞા વિનાના જીવો અસંજ્ઞી છે.
સંજ્ઞાના દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી એમ ત્રણ પ્રકાર છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને આશ્રયીને પોતાના હિતાહિતનો દીર્ઘ વિચાર કરવાની શક્તિ એ દીર્ઘકાલી સંજ્ઞા છે. કેવળ વર્તમાનકાળનો વિચાર કરવાની શક્તિ તે હેતુવાદ સંજ્ઞા છે. દષ્ટિવાદના (=જિનપ્રણીત આગમના) ઉપદેશથી થયેલી વિશિષ્ટ સંજ્ઞા=બોધ એ દષ્ટિવાદા સંજ્ઞા છે. આ ત્રણ સંજ્ઞામાંથી અહીં દીર્ઘકાલિકી સંજ્ઞાને આશ્રયીને સંજ્ઞી કહેવામાં આવેલ છે. આથી જે જીવો ત્રણે કાળને આશ્રયીને કેવી પ્રવૃત્તિ મને હિતકારક છે, કેવી પ્રવૃત્તિ અહિતકારક છે ઈત્યાદિ દીર્ઘ વિચાર કરી શકે તે જીવો સંજ્ઞી છે. જેઓ વિચાર કરી શકતા નથી કે માત્ર વર્તમાનકાળ પૂરતો જ સામાન્ય વિચાર કરી શકે છે તે જીવો અસંજ્ઞી છે.
બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય, પણ દીર્ધકાલિકી સંજ્ઞા ન હોય. એકેન્દ્રિયને આ ત્રણમાંથી એક પણ સંજ્ઞા ન હોય વિચાર કરવાની શક્તિ જ ન હોય. આથી પ્રસ્તુતમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો અસંજ્ઞી=મન વિનાના જ હોય છે. દેવો, નારકો, ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો સંજ્ઞી=મનવાળા હોય છે. સમ્યગ્દષ્ટિ જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય.
હેતુવાદોપદેશિકીમાં વર્તમાનકાળની અને દીર્ઘકાલિકીમાં ત્રિકાળની વિચારણા હોય છે, પણ તે બંને વિચારણા સંસાર સંબંધી હોય છે. દૃષ્ટિવાદોપદેશિકીમાં ત્રિકાલની વિચારણા હોય છે, પણ તે મોક્ષમાર્ગાનુસારી હોય છે. માટે તે સર્વોત્કૃષ્ટ છે. (૨૫)
વિગ્રહગતિમાં યોગવિગ્રહ યો: ! ૨-૨૬ વિગ્રહગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) કાર્પણ કાયયોગ હોય છે.
સંસારી જીવને કોઇ પણ ક્રિયા કરવી હોય તો યોગની જરૂર પડે છે. યોગ એટલે ચાલવું-દોડવું આદિ ક્રિયાઓમાં જોડાય એવી આત્મપ્રદેશોની ફુરણા રૂપ આત્મિકશક્તિ. સંસારી જીવને આત્મિકશક્તિનો ઉપયોગ કરવા સાધનની સહાય લેવી પડે છે. આત્મિકશક્તિનો ઉપયોગ કરવામાં સહાયક