________________
અ૦ ૨ સૂ૦ ૨૧-૨૨]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯૧
રસન પછી ઘ્રાણની પ્રાપ્તિ થાય છે. માટે રસન પછી ઘ્રાણ ઇન્દ્રિયનો નિર્દેશ છે. તેઇન્દ્રિય જીવ જ્યારે ચઉરિન્દ્રિય બને ત્યારે સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘ્રાણેન્દ્રિય પછી ચક્ષુરિન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, માટે પ્રાણ પછી ચક્ષુરિન્દ્રિયનો નિર્દેશ છે. ચઉરિન્દ્રિય જીવ જ્યારે પંચેન્દ્રિય બને છે ત્યારે સ્પર્શન આદિ પાંચે ઇન્દ્રિયો હોય છે. ચક્ષુ પછી શ્રોત્રની પ્રાપ્તિ થાય છે. માટે ચક્ષુ પછી શ્રોત્રેન્દ્રિયનો નિર્દેશ છે. આમ ઇન્દ્રિયોની વૃદ્ધિના ક્રમથી અહીં સ્પર્શન આદિ ઇન્દ્રિયોના નામો જણાવ્યાં છે. દરેક જીવને એક એક જ ઇન્દ્રિયની વૃદ્ધિ થાય છે એવો નિયમ નથી. એકેન્દ્રિયમાંથી સીધો તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બને છે. એ પ્રમાણે બેઇન્દ્રિયમાંથી સીધો ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય પણ બને છે. પણ જો ઇન્દ્રિયની વૃદ્ધિ થાય તો સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ ક્રમથી જ થાય. (૨૦)
ઇન્દ્રિયોના વિષયો–
સ્પર્શ-સ-ય-વળ-શાતેષામ: ॥ ૨-૨ ॥
સ્પર્શન આદિ ઇન્દ્રિયોના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચ વિષયો છે.
સ્પર્શન આદિ ઇન્દ્રિયોમાં ક્રમશઃ સ્પર્શ આદિને જાણવાની શક્તિ છે. આથી આપણને તે તે ઇન્દ્રિયથી તે તે વિષયનું જ્ઞાન થાય છે. સ્પર્શનેન્દ્રિયમાં સ્પર્શ સિવાય રસ આદિ કોઇ વિષયને જાણવાની શક્તિ નથી. રસનેન્દ્રિયમાં રસ સિવાય સ્પર્શ આદિ કોઇ વિષયને જાણવાની શક્તિ નથી. એ પ્રમાણે અન્ય ઇન્દ્રિય માટે પણ જાણવું. આથી આપણને તે તે ઇન્દ્રિયથી તે તે વિષય સિવાય અન્ય વિષયનું જ્ઞાન થતું નથી. (૨૧)
મનનો વિષય–
શ્રુતમનિન્દ્રિયસ્ય ॥૨-૨૨ ॥ મનનો વિષય શ્રુત છે.
મનથી જ ભાવશ્રુતજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાનનો વિષય ઘટાદિ પદાર્થો છે. આથી ઘટાદિ પદાર્થો મનના પણ વિષય બને છે.
પ્રથમ શબ્દ સાંભળવાથી કે વાંચવા આદિથી શબ્દનું મતિજ્ઞાન થાય છે. બાદ શબ્દ દ્વારા શબ્દથી વાચ્ય ઘટાદિ પદાર્થનું જ્ઞાન થાય છે. શબ્દ દ્વારા