________________
અ૦ ૨ સૂ૦ ૧૯]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૯
જ ચઉરિન્દ્રિય આદિ જીવને કર્ણ આદિ ઇન્દ્રિયજન્ય લબ્ધિ ન હોવાથી કર્ણ આદિ ન હોય. તથા નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ એ ત્રણ હોવા છતાં ઉપયોગ ન હોય તો વિષયનો બોધ ન થાય. આમ નિવૃત્તિ આદિ ચારમાંથી એક પણ ન હોય તો બોધ ન થાય. આથી જ્ઞાન કરવામાં નિવૃત્તિ આદિ ચારેય સહાયક હોવાથી ચારેય ઇન્દ્રિયો કહેવાય છે. (૧૮)
ઉપયોગના વિષયો
૩પયોગ: સ્વર્ગાલિયુ ॥ ૨-૧ ॥
ભાવેન્દ્રિય રૂપ ઉપયોગ સ્પર્શન આદિ ઇન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ વિષયોમાં પ્રવર્તે છે.
સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. રસનેન્દ્રિય દ્વારા રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ઘ્રાણેન્દ્રિય દ્વારા ગંધને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પર્શ આદિ રૂપી પદાર્થના પર્યાયો છે, અને તેમાં ભાવેન્દ્રિય રૂપ મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે.
ઇન્દ્રિયોની પદાર્થ ગ્રહણ કરવાની શક્તિનું માપ— શ્રોત્રેન્દ્રિય બાર યોજન દૂરથી આવેલા મેઘગર્જના વગેરે શબ્દને સાંભળી શકે છે. ચક્ષુરિન્દ્રિય લાખ યોજનથી કંઇક અધિક દૂર રહેલી વસ્તુને જોઇ શકે છે.
વિષ્ણુકુમા૨ વગેરે લબ્ધિસંપન્ન જીવો એક લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વીને પોતાના ચરણોની પાસે રહેલ ખાડા વગેરેને અને તેમાં રહેલા પથ્થર વગેરે વસ્તુને જોઇ શકે છે. લાખ યોજન ઊંચા મેરુપર્વત ઉ૫૨ ૨હેલી સમડી નીચે (અધોગ્રામની વિજયોના) ખાડામાં રહેલા માંસના ટુકડા આદિને જોઇ શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવયોજન દૂરથી આવેલા પોતાના વિષયને જાણી શકે છે. તે આ પ્રમાણે—નવયોજન દૂર વરસાદ થયો હોય તે જલના અથવા નવયોજન દૂર રહેલા શીતલ પવન વગેરેના પુદ્ગલો ત્યાંથી આવીને શરીરને સ્પર્શે ત્યારે આ પાણીના ભેજવાળો પવન છે, આ ઠંડો પવન છે ઇત્યાદિ જ્ઞાન થઇ શકે છે. નવયોજન દૂરથી સુગંધી માટીના કે ચંદનાદિ પદાર્થના પુદ્ગલો આવીને રસના અને નાસિકાએ લાગે ત્યારે તેના રસનું અને ગંધનું જ્ઞાન થઇ શકે.