________________
અ૦ ૨ સૂ૦ ૧૮] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
૮૭ કાન ચંપાના ફૂલ અથવા વાજિંત્રના આકારે છે. રસના અસ્ત્રાના આકારે છે. સ્પર્શન જુદા જુદા અનેક આકારે છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનું પ્રમાણ–
રસના (આત્માંગુલથી) ૨ થી ૯ અંગુલ પ્રમાણ, સ્પર્શન સ્વશરીર પ્રમાણ અને શેષ ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૧૭)
ભાવ ઇન્દ્રિયના ભેદોનદિધ્યાયuો મન્નિધ્યમ | ૨-૧૮ | ભાવ ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ એમ બે ભેદો છે.
લબ્ધિ એટલે લાભ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનશક્તિનો લાભ તે લબ્ધિ. ઉપયોગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશક્તિરૂપ લબ્ધિનો વ્યાપાર તે ઉપયોગ. આ વિષયને દષ્ટાંતથી વિચારીએ. કોઈને ૫૦ લાખની મૂડી મળી છે, તેમાંથી ૪૦ લાખની મૂડીને તે વેપારમાં રોકે છે. અહીં ૫૦ લાખ મળ્યા તે લબ્ધિ છે અને ૪૦ લાખનો વ્યાપાર તે ઉપયોગ છે. તેમ પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશક્તિ ૫૦ લાખ રૂપિયા સમાન છે અને જ્ઞાનશક્તિનો વ્યાપાર તે વેપારમાં વપરાતા ૪૦ લાખ રૂપિયા સમાન છે. જેમ વેપારી પોતાની સઘળી મૂડીને વેપારમાં રોકતો નથી, તેમ જીવ ક્ષયોપશમથી જેટલી જ્ઞાનશક્તિ પ્રાપ્ત થઈ હોય તે સઘળી શક્તિનો સદા ઉપયોગ કરી શકતો નથી. જેમ કે આપણે ઉંઘમાં હોઈએ ત્યારે જ્ઞાનશક્તિનો ઉપયોગ કરતા નથી. જાગ્રત અવસ્થામાં પણ સદા જ્ઞાનશક્તિનો એક સરખો ઉપયોગ કરતા નથી.
હવે આપણે ઇન્દ્રિયના નિવૃત્તિ આદિ ભેદોને તલવારના દષ્ટાંતથી વિચારીએ, જેથી સ્પષ્ટ બોધ થઈ જાય. તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શક્તિના સ્થાને ઉપકરણ છે. તલવારને ચલાવવાની કળા (આવડત)ના સ્થાને લબ્ધિ છે. તલવાર ચલાવવાની કળાના ઉપયોગના (તલવાર ચલાવવાના) સ્થાને ઉપયોગ છે.