________________
૮૬
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ) ૨ સૂ૦ ૧૭ દરેક ઈન્દ્રિય દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. અર્થાત્ પ્રત્યેક ઈજિયના દ્રવ્યક્રિય અને ભાવેન્દ્રિય એમ બે ભેદો છે. (૧૬)
દ્રવ્યેન્દ્રિયના ભેદોનિવૃત્યુપર દ્રવ્યન્દ્રિયમ્ | ૨-૨૭ છે. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદો છે.
(૧) નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકારની રચના. અંગોપાંગ અને નિર્માણ નામકર્મથી થતો ઇન્દ્રિયોનો આકાર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે.
(૨) ઉપકરણ એટલે ઉપકારક. નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની અંદર રહેલી અત્યંત સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલી શક્તિ ઉપકરણ છે. આનાથી એ સિદ્ધ થયું કે આનું સ્થાન નિવૃત્તિથી ભિન્ન નથી. જે સ્થાનમાં નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તે જ સ્થાનમાં ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. નિવૃત્તિ હોવા છતાં શક્તિનો ઉપઘાત થાય તો વિષયનો બોધ ન થાય. જેમ કે બહેરો માનવી નિવૃત્તિ હોવા છતાં શક્તિ રૂપ ઉપકરણ ન હોવાથી સાંભળી શકે નહિ. આથી ઉપઘાત રહિત શક્તિ નિવૃત્તિ ઇન્દ્રિયની ઉપકારક છે. ઉપકરણ ઇન્દ્રિય પુદ્ગલ રૂપ જ છે એ ખ્યાલમાં રાખવું. અહીં શક્તિ અને શક્તિવાળાના અભેદથી સ્વચ્છ પુગલોની શક્તિને ઇન્દ્રિયો કહેલ છે. | નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદો છે. આપણને દેખાતો ચક્ષુ આદિનો બાહ્ય આકાર બાહ્ય નિવૃત્તિ છે. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની અંદર રહેલો તે ઇન્દ્રિયનો આકાર અત્યંતર નિવૃત્તિ છે. ઉપકરણ દ્રવ્યન્દ્રિય એટલે અત્યંતર નિવૃત્તિમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ. આ વિષયને તલવારના દૃષ્ટાંતથી વિચારીએ. બાહ્યનિવૃત્તિ તલવાર સમાન છે. અત્યંતર નિવૃત્તિ તલવારની ધાર સમાન છે. ઉપકરણેન્દ્રિય તલવારની ધારમાં રહેલી કાપવાની તીક્ષ્ણ શક્તિ સમાન છે.
બાહ્ય નિવૃત્તિ રૂપ ઇન્દ્રિયનો આકાર મનુષ્ય આદિ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિ રૂપ ઈન્દ્રિયનો આકાર નીચે પ્રમાણે છે.
અત્યંતર નિવૃત્તિનો આકારનાક અતિમુક્ત ફૂલના આકારે છે. આંખ મસુરની દાળના અથવા ચંદ્રના આકારે છે.