________________
૮૨
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર [અ૦ ૨ સૂ૦૯ જેમ કે અગ્નિનું લક્ષણ ઉષ્ણતા. જેમ ઉષ્ણતાથી અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ (જ્ઞાન-દર્શનના) ઉપયોગથી જીવનું જ્ઞાન થાય છે. (૮)
ઉપયોગના ભેદો
વિઘોષ્ટતુર્દેવઃ | ૨-૨ | ઉપયોગના મુખ્ય બે ભેદ છે-(૧) સાકારોપયોગ (૨) અનાકારોપયોગ. સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. સાકારોપયોગના (=જ્ઞાનોપયોગના) અતિ આદિ પાંચ જ્ઞાન અને મતિઅજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદો છે. અનાકારોપયોગના (=દર્શનોપયોગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એ ચાર ભેદો છે.
પ્રશ્ન– સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગનો શો અર્થ છે?
ઉત્તર– દરેક શેય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપ છે. આ વાત નયના નિરૂપણમાં આવી ગઈ છે. શેય વસ્તુનો વિશેષરૂપે બોધ તે સાકાર અને સામાન્યરૂપે બોધ તે અનાકાર. શેય વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આથી સાકારોપયોગને જ્ઞાનોપયોગ યા સવિકલ્પોપયોગ કહેવામાં આવે છે. અનાકારોપયોગને દર્શનોપયોગ યા નિર્વિકલ્પોપયોગ કહેવામાં આવે છે. સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ભેદોનું સ્વરૂપ પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં આવી ગયું છે. અનાકારોપયોગના ચાર ભેદોનું સ્વરૂપ નીચે મુજબ છે.
અચક્ષુદર્શન– આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ.
ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ.
અવધિદર્શન- ઇન્દ્રિયોની સહાય વિના થતો કેવળ રૂપી પદાર્થોનો સામાન્ય રૂપે બોધ.
કેવળદર્શન- રૂપી-અરૂપી સર્વ વસ્તુઓનો સામાન્ય રૂપે થતો બોધ.
પ્રશ્ન- જેમ જ્ઞાનોપયોગના જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ છે, તેમ દર્શનોપયોગના દર્શન અને અદર્શન એવા બે ભેદ કેમ નથી?