________________
૮૧
અ૦ ૨ સૂ) ૭-૮] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
પારિણામિક ભાવના ભેદોગીવ-ભવ્ય-ભવ્યવાલીનિ ર | ૨-૭ | જીવત, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે પરિણામિક ભાવના ભેદો છે.
જીવત્વ એટલે ચૈતન્ય. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. અભવ્યત્વ એટલે મોક્ષ પામવાની અયોગ્યતા.
આ સિવાય અન્ય પણ પરિણામિક ભાવો છે. છતાં અહી સૂત્રમાં સાક્ષાત્ ત્રણ ભાવો ગ્રહણ કરવાનું કારણ એ છે કે આ ત્રણ ભાવો માત્ર જીવમાં જ હોય છે. જયારે અન્ય ભાવો અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવો જીવ-અજીવ એ ઉભયના સાધારણ છે. જીવ-અજીવના સાધારણ અસ્તિત્વ વગેરે ભાવોનું સૂચન સૂત્રમાં કાતિ શબ્દથી કર્યું છે. સૂત્રમાં શબ્દ ૩ થી ૬ એ ચાર સૂત્રોમાં જણાવેલા ભાવો જીવના સ્વતત્ત્વ છે અને જીવત્વાદિ પણ જીવના સ્વતત્ત્વ છે એમ સમુચ્ચય અર્થમાં છે. (૭)
જીવનું લક્ષણउपयोगो लक्षणम् ॥२-८ ॥ ઉપયોગ એ આત્માનું લક્ષણ(=અસાધારણ ધર્મ) છે.
ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ અને સ્વરૂપ એ બંને જીવના ધર્મવિશેષ હોવા છતાં તે બંનેમાં તફાવત છે. જે અસાધારણ ધર્મ હોય, અર્થાત્ લક્ષ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં ન હોય અને સંપૂર્ણ લક્ષ્યમાં હોય તે ધર્મ લક્ષણ છે. જે સાધારણ ધર્મ હોય, અર્થાત લક્ષ્ય સિવાય બીજી વસ્તુમાં પણ હોય અથવા સંપૂર્ણ લક્ષ્યમાં ન હોય તે ધર્મ સ્વરૂપ કહેવાય. જીવમાં રહેલ બોધવ્યાપાર રૂપ ઉપયોગ જીવ સિવાય અજીવ કોઈ વસ્તુમાં ન હોવાથી અને દરેક જીવમાં અવશ્ય હોવાથી જીવનું લક્ષણ છે. જયારે ઉપર જણાવેલા પાંચ ભાવો દરેક જીવમાં હોય જ અને અજીવમાં ન જ હોય એવો નિયમ નથી. કારણ કે દરેક અજીવમાં પારિણામિક અને ઔદારિક આદિ સ્કંધોમાં ઔદયિક ભાવ પણ હોય છે. આથી તે ભાવો જીવનું લક્ષણ નહિ, કિન્તુ સ્વરૂપ છે. લક્ષણ લક્ષ્યને અન્ય વસ્તુથી અલગ પાડીને ઓળખાવે છે. ૧. કમ જીવને સુખ-દુઃખ આપે છે એ દષ્ટિએ અજીવમાં કર્તુત્વ ભાવ છે.