________________
८०
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ ૨૦ ૬
વગેરે આવરાયેલા રહે છે, અને દેશધાતી રસનો ઉદય હોય ત્યારે ગુણો પ્રગટ થાય છે. દેશધાતી ઉદયને જ ક્ષયોપશમ કહેવામાં આવે છે. (૫)
ઔયિક ભાવના ભેદો—
ગતિ-ષાવ-હિ-મિથ્થાવર્ગના-જ્ઞાના-સંયુતાસિદ્ધત્વ-ભેશ્યાઋતુઋતુર્થ્ય
-ષડ્માઃ ॥ ૨-૬ ॥ ચાર ગતિ', ચાર કષાય, ત્રણ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, અસિદ્ધત્વ, છ લેશ્યા, એમ એકવીશ ભેદો ઔયિક ભાવના છે. (૧) નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. નરકગતિ આદિ નામ કર્મના ઉદયથી અનુક્રમે નરકગતિ આદિની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે.
(૨) કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય=સંસારમાં પરિભ્રમણ થાય તે કષાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો અનુક્રમે ક્રોધ આદિ મોહનીયકર્મના ઉદયથી થાય છે. (૩) લિંગ એટલે વેદ. વેદ એટલે મૈથુનની ઇચ્છા=કામવાસના. પુરુષ, નપુંસક અને સ્ત્રી એ ત્રણ લિંગવેદ છે. તે તે વેદકર્મના ઉદયથી તે તે લિંગ=વેદ પ્રગટ થાય છે.
(૪) દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. (૫) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન ભાવ થાય છે. (૬) ચારિત્રમોહનીયના ઉદયથી અવિરત ભાવ થાય છે. (૭) સામાન્યથી કર્મોના ઉદયથી અસિદ્ધત્વ=અસિદ્ધપણું થાય છે. (૮) યોગથી લેશ્યા ઉત્પન્ન થાય છે. કષાયથી તેમાં તીવ્રતા-મંદતા આવે છે. તીવ્રતા-મંદતા આદિના આધારે કૃષ્ણ, નીલ, કાપોત, તૈજસ, પદ્મ, શુક્લ એ છ લેશ્યા=આત્મપરિણામ થાય છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ છે. પછીની ત્રણ લેશ્યા શુભ છે. અશુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અલ્પ અલ્પ અશુભ છે. શુભ લેશ્યાઓમાં ઉત્તરોત્તર અધિક અધિક શુભ છે. અહીં ઔદયિક ભાવના ૨૧ ભેદો બતાવ્યા છે તે ઉપલક્ષણ છે. આથી અન્ય પણ અદર્શન, નિદ્રા, સુખ, દુ:ખ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, આયુષ્ય, યોગ, જાતિ વગેરે ઔયિક ભાવો પણ સમજી લેવા. (૬)