________________
અ૦૨ સૂ૦ ૫ શ્રીતવાથધિગમસૂત્ર
૭૯ (૧) અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનાં સર્વથા ઉદયાભાવથી તથા સમ્યકત્વમોહનીય રૂપ દર્શનમોહનીયના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાયોપથમિક સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. (૨) ક્ષાયોપથમિક ચારિત્ર અનંતાનુબંધી આદિ બાર કષાયોના રસોદયના સર્વથા અભાવથી પ્રગટ થાય છે. અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો માત્ર પ્રદેશોદય હોય છે. (૩) દેશવિરતિ રૂપ ક્ષયોપશમ ભાવમાં આઠ કષાયોના રસોદયનો સર્વથા અભાવ તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયોના સર્વઘાતિ-દેશઘાતિ સ્પર્ધકોનો અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોના ક્ષયોપશમમાં મિથ્યાત્વાદિનો રસોદય નથી હોતો, જ્યારે મતિજ્ઞાન આદિના ક્ષયોપશમમાં મતિજ્ઞાનાવરણ આદિ કર્મોનો રસોદય હોય છે. આથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમ શુદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, અને મતિજ્ઞાન આદિનો ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે.
ઉદયાનુવિદ્ધ એટલે ઉદયથી સહિત. જેમ કે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ દરેક જીવને હોય છે અને સાથે સાથે મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉદય પણ હોય છે. આથી તે ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ છે. મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમમાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હોતો નથી આથી તે ક્ષયોપશમ ઉદયથી રહિત છે.
સર્વઘાતી પ્રકૃતિઓમાં સર્વધાતી રસનો બંધ થાય છે, અને ઉદય પણ સર્વધાતી રસનો જ થાય છે. દેશઘાતી પ્રવૃતિઓમાં બંધાતી વખતે તો સર્વધાતી જ રસ બંધાય છે, પણ ઉદયમાં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને પાંચ અંતરાય એ આઠમાં દેશઘાતી જ રસનો ઉદય હોય અને શેષ ૧૭ પ્રકૃતિઓમાં દેશઘાતી-સર્વઘાતી એ બંને રસનો ઉદય હોય છે. જયારે સર્વધાતી રસનો ઉદય હોય ત્યારે સ્વાવાર્ય (પોતાનાથી આવરી= ઢાંકી શકાય એવા) ગુણને સર્વથા દબાવે છે. તેથી ચક્ષુદર્શન અને અવધિજ્ઞાન ૧. ૨૮ પ્રકૃતિની સત્તાવાળાને અનંતાનુબંધી કષાયનો પ્રદેશોદય હોય છે એ અપેક્ષાએ અહીં
“રસોદયના અભાવથી' એમ લખ્યું છે.