________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૨ સૂ૦ ૫
પ્રશ્ન- સમ્યગ્દર્શન એટલે તત્ત્વરુચિ. તત્ત્વરુચિ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હોતું નથી. ચારિત્ર એટલે અશુભ યોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ. સિદ્ધોમાં યોગો હોતા નથી. આથી સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ક્ષાયિક ચારિત્ર કેવી રીતે ઘટે ?
ઉત્તર—– ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્રના વ્યાવહારિક અને નૈક્ષયિક એમ બે ભેદ છે. ઉક્ત સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક (વ્યવહારથી) છે. દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી પ્રગટેલો વિશુદ્ધ આત્મપરિણામ એ નૈૠયિક ક્ષાયિક સમ્યગ્દર્શન છે. ચારિત્રમોહનીયના ક્ષયથી થયેલી સ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા એ નૈૠયિક ક્ષાયિક ચારિત્ર છે. સિદ્ધોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન અને ચારિત્ર વ્યાવહારિક નહિ, પણ નૈૠયિક હોય છે અને એ ઘટી શકે છે.
૭૮
પ્રશ્ન– સિદ્ધો દાનાદિમાં પ્રવૃત્તિ નહિ કરતા હોવાથી તેમને ક્ષાયિક દાનાદિ લબ્ધિનું શું ફળ ?
ઉત્તર–સિદ્ધોની વ્યાવહારિક દાન આદિમાં પ્રવૃત્તિનથી. તેમને નૈૠયિક દાનાદિ હોય છે. સિદ્ધ જીવોમાં પરભાવના=પૌદ્ગલિક ભાવના ત્યાગ રૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધસ્વરૂપના અનુભવ રૂપ ભોગ-ઉપભોગ અને સ્વભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્ય હોય છે. (૪) ક્ષયોપશમ ભાવના ભેદો— ज्ञाना-ज्ञान-दर्शन- दानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः સમ્યક્ત્વ-ચારિત્ર-સંયમાસંયમશ્ચ । ર્-૧ ॥
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ એ ચાર જ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એ ત્રણ દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વવિરતિ ચારિત્ર અને સંયમાસંયમ રૂપ દેશિવરતિ ચારિત્ર એમ ૧૮ ભેદો ક્ષાયોપશમિક ભાવના છે.
તે તે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશધાતી સ્પર્ધકોના ઉદયથી ક્ષાયોપશમિક ભાવો પ્રગટ થાય છે એમ સામાન્ય નિયમ છે. પણ નીચેના ભાવોમાં આ નિયમમાં ફેરફાર છે.