________________
અ૦ ૨ સૂ૦ ૪]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો છે. તેમાં ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે. મોહનીય કર્મના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ બે ભેદો છે. દર્શન મોહનીયના સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ ત્રણ ભેદો છે. ચારિત્રમોહનીયના ૧૬ કષાય અને ૯ નોકષાય એમ ૨૫ ભેદો છે. અનંતાનુબંધી ચાર કષાયો અને ત્રણ દર્શનમોહનીય એ દર્શનસપ્તકના ઉપશમથી ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટે છે. ચારિત્ર મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિના ઉપશમથી ઉપશમ ચારિત્ર ગુણ પ્રગટે છે. ઉપશમ સમ્યક્ત્વ કે ઉપશમ ચારિત્ર વધારેમાં વધારે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. આથી અંતર્મુહૂર્ત સુધીમાં જેટલા દલિકો ઉદયમાં આવવાનાં હોય તેટલાં દલિકોને લઇ ઉપરના ભાગમાં નાખીને અંતર્મુહૂર્ત સુધી આત્મપ્રદેશોને દર્શનમોહનીય આદિ કર્મનાં દલિકોથી રહિત કરી દે છે. એટલે ઉખર ભૂમિમાં આવતાં અગ્નિ જેમ શાંત બની જાય છે તેમ કર્મોનો ઉદય પણ સ્થગિત બની જાય છે.
યંત્ર
ક્રમશઃ દલિક રચના
વચ્ચે કર્મોના
અભાવ રૂપ ઉપશમ. (૩)
66
ક્ષાયિક ભાવના ભેદો– જ્ઞાન-વર્ણન-વાન-નામ-મોનોપમો વીર્વાનિ ચ ।। ૨-૪ ॥ જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ભેદો ક્ષાયિક ભાવના છે.
જ્ઞાનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી કેવળદર્શન, મોહનીયકર્મના સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર, અંતરાયકર્મના સર્વથા ક્ષયથી દાન આદિ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.