________________
અ૦ ૨ સૂ૦૧] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
૭૫ ધોવાથી અમુક અંશે મદશક્તિ નાશ પામે છે, અમુક અંશે રહે છે, આથી કોદ્રવમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે, તેમ ક્ષાયોપથમિક ભાવથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે.
(૪) ઔદયિકભાવ- કર્મોના ઉદયથી થતા ભાવો ઔદયિક કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ.
(૫) પારિણામિકભાવ-પરિણામથી થતા ભાવો પારિભામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ.
દરેક જીવને આ પાંચે ભાવો હોય જ એવો નિયમ નથી. કેટલાકને પાંચ, કેટલાકને ચાર, કેટલાકને ત્રણ અને કેટલાકને બે જ ભાવો હોય છે. ઓછામાં ઓછા બે ભાવો તો જીવને હોય છે જ. હવે કોને કેટલા ભાવો હોય છે તે વિચારીએ. સિદ્ધ જીવોમાં ક્ષાયિક અને પારિણામિક એ બે ભાવો હોય છે. સામાન્યથી સંસારમાં રહેલા જીવોને ઔદયિક, લાયોપથમિક અને પારિણામિક એ ત્રણ ભાવો હોય છે. ઉપશમ સમ્યકત્વ પામેલ જીવને ઔદયિક, લાયોપથમિક, પારિણામિક અને ઔપશમિક એ ચાર ભાવો હોય છે. ક્ષાયિક સમ્યકત્વને પામેલ જીવને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવો હોય છે.
અહીં એક બાબત વિચારી લઈએ. યદ્યપિ ઔપશમિકાદિ ભાવો પણ પારિણામિક છે. કારણ કે કોઈ પણ દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ=સ્વરૂપ વિના એક પણ ભાવ થઈ શકે જ નહિ. આથી જીવના સર્વભાવોનો પારિણામિક ભેદમાં સમાવેશ થઈ જાય છે. આમ છતાં, અહીં પાંચ ભેદો જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, પારિણામિક ભાવોમાં કોઈ નિમિત્તની જરૂર નથી રહેતી. નિમિત્ત વિના જ પારિણામિક ભાવો જીવોમાં રહેલા જ છે. જયારે ઔપશમિકાદિ ભાવોમાં કર્મના ઉપશમ આદિ નિમિત્તની અપેક્ષા રહે છે. ઔપશમિકાદિ ભાવો કર્મનો ઉપશમ આદિ નિમિત્ત મળે ત્યારે જ પ્રગટ થાય છે. આ નિમિત્તભેદને આશ્રયીને અહીં પાંચ ભાવો બતાવ્યા છે.
પ્રશ્ન- સૂત્રમાં સળંગ એક સમાસ ન કરતાં પહેલાં ગોપક્ષિયો માવો એમ સમાસ કર્યો, પછી મિશ એમ સમાસ રહિત પ્રયોગ કર્યો, પછી વિધિપરિણામવો એમ સમાસ કર્યો, આવું કારણ?