________________
૭૧
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર
પ્રથમના ત્રણ નય વ્યવહારનય છે. અંતિમ ચાર નય નિશ્ચયનય છે. તેમાં પણ પછી પછીનો નય અધિક સૂક્ષ્મદષ્ટિ છે. એવંભૂતનય સૌથી અધિક સૂક્ષ્મદષ્ટિકતત્ત્વસ્પર્શી છે.
શબ્દ-અર્થ નય– જેમાં અર્થનો વિચાર પ્રધાનપણે હોય તે અર્થનય. જેમાં શબ્દનો વિચાર પ્રધાનપણે હોય તે શબ્દનય. અહીં અર્થ એટલે પદાર્થ=વસ્તુ. પ્રથમના ચાર નયોમાં પદાર્થને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી પ્રારંભના ચાર નય અર્થનય છે. અંતિમ ત્રણ નયોમાં શબ્દને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી અંતિમ ત્રણ નય શબ્દનાય છે.
જ્ઞાન-ક્રિયાનય- જે નય જ્ઞાનને (તાત્ત્વિક વિચારને) પ્રધાન માને તે જ્ઞાનનય. જે નય ક્રિયાને (તત્ત્વાનુસારી આચારને) પ્રધાન માને તે ક્રિયાનય. મોક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનનય કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. જ્ઞાનથી મુક્તિ થાય એ વિષયમાં જ્ઞાનનય નીચે મુજબ દલીલો આપે છે. (૧) જ્ઞાન ચારિત્રનું કારણ છે. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. આથી જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય તો મુક્તિ ક્યાંથી હોય? (૨) જેમ આંધળો માણસ ગમે તેટલું ચાલે છતાં ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ. નગરના માર્ગના જ્ઞાન વિના ગમે તેટલું ચાલવામાં આવે તો પણ નગરમાં પહોંચી શકાય નહિ, તેમ જ્ઞાન વિના ચારિત્રથીત્રક્રિયાથી મુક્તિ રૂપ નગરમાં પહોંચી શકાય નહિ. (૩) હેયના ત્યાગ રૂ૫ અને ઉપાદેયના સ્વીકારરૂપ પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક કરવાથી સફળ બને છે. જ્ઞાન વિના એ પ્રવૃત્તિથી ફળ મળે કે ન પણ મળે. (૪) ચારિત્રની કઠોર સાધના કરનારને પણ કેવલજ્ઞાન વિના મુક્તિ મળતી નથી. (૫) પઢમં ના તો કયા=પ્રથમ જ્ઞાન, પછી દયા; જીત્યો વિહારે વીણો જયનિસિણો મો=ગીતાર્થનો અને ગીતાર્થની નિશ્રાવાળો એ બે જ વિહાર જિનેશ્વરોએ કહ્યા છે વગેરે આગમવચનોથી પણ જ્ઞાનની પ્રધાનતા સિદ્ધ થાય છે.
ક્રિયાનય કહે છે કે મુક્તિનું કારણ ચારિત્ર છે. કારણ કે–(૧) પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કાર્ય ન થાય. ઔષધના સેવન વિના માત્ર ઔષધના જ્ઞાનથી આરોગ્ય ન થાય. (૨) જેમ નગરના માર્ગનું જ્ઞાન હોવા છતાં જે પંથ ન કાપે=બેસી રહે તે ઈષ્ટ સ્થાને પહોંચી શકે નહિ, તેમ જ્ઞાની પણ