________________
૭૦
શ્રીતવાથધિગમસૂત્ર અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫ પર્યાયાર્થિક નય. દ્રવ્યનયની દૃષ્ટિએ દ્રવ્ય વસ્તુ છે, પર્યાય નહિ. પર્યાયનયની દષ્ટિએ પર્યાય વસ્તુ છે, દ્રવ્ય નહિ. અહીં દ્રવ્ય એટલે સામાન્ય, અર્થાત્ મૂળભૂત પદાર્થ. પર્યાય એટલે વિશેષ, અર્થાત મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ બે અંશ છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. દ્રવ્યાર્થિક નય સામાન્ય દ્રવ્ય રૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. પર્યાયાર્થિક નય વિશેષ=પર્યાય રૂ૫ અંશ તરફ લક્ષ્ય આપે છે.
જેમ કે, મીઠાઈની દુકાન જોતાં “અહીં મીઠાઈ મળે છે એવો જે વિચાર આવ્યો તે મીઠાઈ રૂ૫ સામાન્ય અંશને આશ્રયીને હોવાથી દ્રવ્યાર્થિક છે. પણ અહીં પેંડા. બરફી વગેરે મળે છે એવો વિચાર આવ્યો તો તે વિચાર પેંડા આદિ વિશેષ અંશને આશ્રયીને હોવાથી પર્યાયાર્થિક છે.
આ પ્રમાણે દરેક પ્રકારની ભૌતિક કે ચેતન વસ્તુને આશ્રયીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ ઉભય નયની વિચારણા કરી શકાય. નૈગમ આદિ સાત નયોમાં પ્રથમના ત્રણ નવો સામાન્ય અંશ તરફ લક્ષ્ય આપતા હોવાથી દ્રવ્યાર્થિક છે અને અંતિમ ચાર નયો વિશેષ=પર્યાય અંશ તરફ લક્ષ્ય આપતા હોવાથી પર્યાયાર્થિક છે.
નિશ્ચય-વ્યવહારનય- નિશ્ચયનય એટલે સૂક્ષ્મદષ્ટિ કે તત્ત્વદૃષ્ટિ. નિશ્ચયનય કોઈ પણ વિષયનો તેમાં ઊંડા ઊતરીને તત્ત્વસ્પર્શી વિચાર કરે છે. વ્યવહારનય એટલે પૂલદષ્ટિ કે ઉપચારદષ્ટિ. વ્યવહારનય કોઈ પણ વિષયનો પૂલદષ્ટિથી વિચાર કરે છે. દા.ત. નિશ્ચયનય જેમાં ચારિત્રના પરિણામ થયા છે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં સાધુવેશ ન હોય. સાધુના વેષવાળો પણ જો ચારિત્ર રહિત હોય તો નિશ્ચયનય તેને સાધુ નહિ કહે,
જ્યારે વ્યવહારનય જેમાં બાહ્ય સાધુવેશ અને સાધુની ક્રિયા જોશે તેને સાધુ કહેશે. પછી ભલે તેમાં ચારિત્રના પરિણામ ન હોય. વ્યવહારનય સ્થૂલદૃષ્ટિ હોવાથી લોકપ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે, જ્યારે નિશ્ચયનય સૂક્ષ્મદષ્ટિ હોવાથી લોકપ્રસિદ્ધ (અસત્ય) અર્થનો સ્વીકાર કરતો નથી. દા.ત. ભ્રમરમાં પાંચ વર્ણો હોવા છતાં લોકમાં તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ હોવાથી વ્યવહારનય તેને કૃષ્ણ કહે છે. નિશ્ચયનય તેને પંચરંગી કહે છે.