________________
૬૯
અ૦૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ, ભૂપ, રાજા વગેરે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા.
પ્રશ્ન- શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો ?
ઉત્તર– શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો. શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે. જેમ કે ચંદ્ર, સૂર્ય, ઈન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે. પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જયારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનયમાં વિશેષતા છેeતફાવત છે.
(૭) એવંભૂતનય- જે નય વસ્તુમાં જયારે શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઈ જયારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇઓ કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ તેને રાજા શબ્દથી બોલાવાય, અને ત્યારે તેને રાજા શબ્દથી જ બોલાવાય, નૃપ વગેરે શબ્દોથી નહિ. આમ એવંભૂતનય અર્થથી શબ્દનું અને શબ્દથી અર્થનું નિયમન કરે છે. (વિ.આ.ભા.ગા. ૨૨૫૨)
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી=વ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.
આ સાત નયોના સંક્ષેપમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, શબ્દ-અર્થ, જ્ઞાન-ક્રિયા વગેરે અનેક રીતે બે વિભાગ છે.
દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય- નૈગમ આદિ સાત નયોના સંક્ષેપથી દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એમ બે વિભાગ છે. જે મુખ્યતયા દ્રવ્યને વસ્તુ માને તે દ્રવ્યાર્થિક નય. જે મુખ્યતયા પર્યાયને વસ્તુ માને છે તે