________________
શીતજ્વાધિગમસૂત્ર અિo ૧ સૂ૦૩૪-૩૫ ચારિત્રહીન હોય તો મુક્તિ ન પામે. (૩) આથી જ આગમમાં ચારિત્રહીન જ્ઞાનીને ચંદનનો બોજ ઉઠાવનાર ગધેડાની ઉપમા આપી છે. (૪) જેમ સેંકડો દિવાઓ પણ આંખ વિના નિરર્થક છે, તેમ ઘણું જ્ઞાન પણ ચારિત્ર વિના નિરર્થક છે. (૫) કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવર રૂપ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ થતી નથી.
સુનય-દુર્નય– નયના સુનય અને દુર્નય એમ બે ભેદ છે. જે નય સ્વમાન્ય અંશ સિવાય અન્ય અંશોનો અપલાપ ન કરે (સર્વથા નિષેધ ન કરે), કિંતુ એ અંશો પ્રત્યે ઉદાસીન=મધ્યસ્થ રહે તે સુનય, અને અ૫લાપ કરે તે દુર્નય કે નયાભાસ છે. જેમ કે ક્રિયાથી મોક્ષ થાય એ વાક્ય સુનય છે. કારણ કે આમાં જ્ઞાનનો અપલાપ નથી. ક્રિયાથી જ મોક્ષ થાય એ વાક્ય દુર્નય છે. કારણ કે આમાં જકારનો પ્રયોગ કરીને જ્ઞાનનો અપલાપ કરવામાં આવ્યો છે. ટૂંકમાં એકાંત માન્યતા દુર્નય છે. આથી જ અન્ય દર્શનોમાં પોતપોતાની આંશિક માન્યતા સત્ય હોવા છતાં અન્ય અંશોનો અપલાપ હોવાથી દુર્નય છે. એથી અન્યદર્શનો મિથ્યાદર્શનો છે.
અહીં ન વિચારણા પૂરી થાય છે. નિયોના વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નયો પ્રમાણના વિભાગ રૂપ છે. પ્રમાણસિદ્ધ પદાર્થ જ નયોનો વિષય બને છે. નયોમાં અપેક્ષાનું બહુ મહત્ત્વ છે. અપેક્ષા ન વિજ્ઞાનશાસ્ત્રના પ્રાણ રૂપ છે. અપેક્ષા બદલાતાંની સાથે જ નય બદલાઈ જાય છે. નયોનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નયકર્ણિકા વગેરે ગ્રંથોનું સંગીન અધ્યયન અનિવાર્ય છે. (૩૪-૩૫)
૧. પ્રમાણનય પરિચ્છેદ-૭, સૂત્ર-૨. ૨. પ્રમાણનય પરિચ્છેદ-૭, સૂત્ર-૧.