________________
૬૫
અ૦૧ સૂ૦ ૩૪-૩૫] શ્રીતત્ત્વાધિગમસૂત્ર એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને જરા વાર હોવા છતાં ક્યારે જવાના છો ?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું' એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી “હમણાં જ જઈશ” એમ કહેવું જોઈએ તેના બદલે “હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિઃલોકરૂઢિ આનૈગમનયની દષ્ટિથી છે. હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ.
(૧) નૈગમનય- નૈગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિક્ષેપી એમ બે ભેદ છે. સર્વપરિપેક્ષી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમ કે ઘટ. માટીની દષ્ટિએ ઘટ વિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ રૂપ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષ સ્વરૂપ છે.
નૈગમન સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે. પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો
ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહો છો ?' એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર નથી આપતો, કિંતુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને “તમે ક્યાં રહો છો ?' એમ પૂછે તો તે કહે છે કે “હું ભારતમાં રહું છું. જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હોય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું' એમ ઉત્તર આપે છે. ક્યારેક અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું” એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક