________________
શ્રીતત્તાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩૪-૩૫ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમનક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્ન અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
(૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગ=અંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું' એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં “આંગળી પાકી’ એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં “પુસ્તક ફાટી ગયું” એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશ નૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર– ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જયારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને “આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા' એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઘી જીવન છે એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં નગર રડે છે' એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં પર્વત બળે છે' એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે છે–“આજે શું બનાવ્યું છે?” તો “આજે દૂધપાક બનાવ્યો છે એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં “બનાવ્યો એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે.